દર વર્ષે ઘણા ટેક્સપેયર્સ તેમના આવકવેરા રિટર્ન પર કપાત વધારીને અથવા ખોટી રીતે દાવો કરીને તેમની કર જવાબદારી ઘટાડવાનો પ્રયાસ કરે છે. ઘણા લોકો તેમણે ક્યારેય ન કરેલા રોકાણો માટે ડિડક્શન ક્લેમ કરવાનો પ્રયાસ કરે છે. આમાં મેડિકલ અથવા શિક્ષણ ખર્ચને વધારીને અથવા નકલી રસીદો સબમિટ કરવાનો સમાવેશ થઈ શકે છે.

જ્યારે આ પદ્ધતિઓ ટેક્સચોરી કરવાનો એક સરળ રસ્તો લાગે છે, ત્યારે આવકવેરા કાયદા હેઠળ તેના ગંભીર પરિણામો આવી શકે છે. ભૂલની ગંભીરતાના આધારે આવા કરદાતાઓને ઇરાદાપૂર્વક કરચોરી કરવા બદલ ભારે દંડ, કાર્યવાહી અથવા તો જેલની સજાનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા વિભાગ હવે ડેટા-આધારિત છે અને દર વર્ષે ટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા આ ક્લેમને ચકાસવા માટે એમ્પલોયર, બેંકો, ફાયનાન્સસિયલ ઇન્સ્ટીટ્યૂટ અને વાર્ષિક માહિતી નિવેદન (AIS) અને ફોર્મ 26AS જેવા દસ્તાવેજોની માહિતીનો ઉપયોગ કરે છે.

જો આવકવેરા વિભાગ ખોટી એન્ટ્રી મળે તો શું થાય?

આવકવેરા કાયદાની કલમ 271AAD હેઠળ જો આકારણી (અસેસમેન્ટ) અથવા અન્ય કાર્યવાહી દરમિયાન ટેક્સ ડિપાર્ટમેન્ટને ખબર પડે કે ટેક્સપેયર્સે તેમના ખાતાના ચોપડામાં ખોટી એન્ટ્રી કરી છે અથવા તેમની ટેક્સ જવાબદારી ઘટાડવા માટે ઇરાદાપૂર્વક એન્ટ્રી છોડી દીધી છે તો ભારે દંડ લાદવામાં આવી શકે છે. આવકવેરા વિભાગની વેબસાઇટ અનુસાર, આવા કિસ્સાઓમાં ખોટી અથવા અવગણવામાં આવેલી એન્ટ્રીના મૂલ્યના 100% જેટલો દંડ પણ લાદવામાં આવે છે. આનાથી ખોટી કપાતનો દાવો કરવાનો અથવા આવક છુપાવવાનો ખર્ચ સંભવિત કર બચત કરતાં ઘણો વધારે થાય છે.

આવકની અંડર રિપોર્ટિંગ અને મિસ રિપોર્ટિંગ વચ્ચેનો તફાવત

કલમ 270A આવકની અંડરરિપોર્ટિંગ અને મિસ રિપોર્ટિંગ સાથે સંબંધિત છે. આ જોગવાઈઓ કયા સંજોગોમાં દંડ લાદવામાં આવી શકે છે, લાગુ થનારા દરો અને ટેક્સપેયર્સ માટે સેફગાર્ડ ઉપાય શું છે.

ઈનકમની અંડર રિપોર્ટિંગનો અર્થ એવી પરિસ્થિતિઓ છે જેમાં ટેક્સપેયર્સ ટેક્સ અધિકારીઓ દ્વારા આંકવામાં આવેલી આવક કરતાં ઓછી આવક નોંધાવે છે, ઘણીવાર અવગણવામાં આવેલી માહિતી ખોટા ક્લેમ અથવા ગણતરીની ભૂલોને કારણે થાય છે.

આવકની મિસ રિપોર્ટિંગમાં હકીકતોની ઇરાદાપૂર્વક છુપાવવા અથવા ખોટી રજૂઆતનો સમાવેશ થાય છે. આમાં આવક છુપાવવી, ખોટા ખર્ચ દર્શાવવા અથવા વ્યવહારો રેકોર્ડ કરવામાં નિષ્ફળ જવા જેવા કિસ્સાઓ સામેલ છે.

આવકની અંડર રિપોર્ટિંગ અને મિસ રિપોર્ટિંગ માટે દંડ

આવકની અંડર રિપોર્ટિંગ: આવી આવક પર ચૂકવવાપાત્ર કરના 50% દંડ લાદવામાં આવે છે.

આવકની મિસ રિપોર્ટિંગ: જો કરદાતા તેમની આવક ખોટી રિપોર્ટ કરે છે, તો ચૂકવવાપાત્ર કરના 200% દંડ લાદવામાં આવશે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટેક્સ ચોર કરનારા ટેક્સપેયર્સ પર દંડ કરવા માટે આ નિયમો લાગુ કર્યા છે.

શું ટેક્સચોરી માટે થઈ શકે છે દંડ?

જ્યારે ટેક્સ અધિકારીઓ નક્કી કરે છે કે ટેક્સપેયર્સે જાણીજોઈને નકડી ડિડક્શન અથવા ખોટા ક્લેમ દ્વારા ઇરાદાપૂર્વક ટેક્સ ચોરી કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે તે કરદાતા સામે કલમ 276C અને 277 હેઠળ કાયદાકીયની કાર્યવાહી શરૂ કરી શકાય છે.

કલમ 276C હેઠળ, જાણી જોઈને ટેક્સ ચોરી કરવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને ટેક્સચોરીની રકમના આધારે ત્રણ મહિનાથી સાત વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

કલમ 277 વેરિફિકેશન કે ડોક્યુમેંટેશનમાં ખોટી માહિતી સાથે સંબંધિત છે અને તેના પરિણામે જેલ અને દંડ બંને થઈ શકે છે. મોટા પાયે છેતરપિંડી અથવા વારંવાર પાલન ન કરવાના કિસ્સાઓમાં સામાન્ય રીતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આમાં ઘણીવાર બનાવટી દસ્તાવેજો અથવા પ્રોફેશનલ મિડિએટરનો સમાવેશ થાય છે જે નકલી દાવાઓ બનાવવામાં મદદ કરે છે.

આ પણ વાંચો: '3 કરોડ આપો, મંત્રી બનાવી દઈશું', ઇલાથુરના કોંગ્રેસ ધારાસભ્યને કોને આપી ઓફર?