ઈન્કમટેક્સ વિભાગે અગાઉ જ જાણકારી આપી હતી કે મોટાભાગના રિફંડ ડિસેમ્બર 2025ના અંત સુધીમાં પ્રોસેસ કરી દેવામાં આવશે. જેની હેઠળ મોટી સંખ્યામાં ટેક્સપેયર્સના એકાઉન્ટમાં રિફંડ ક્રેડિટ પણ થઈ ચૂક્યું છે. જો કે હજુ સુધી કેટલાક રિફંડ પેન્ડિંગ છે, જેને ઈન્કમટેક્સ વિભાગ જલદી જ પ્રોસેસ કરવાની તૈયારીમાં છે.

તમને મળી છે નોટિસ?

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો ITRમાં કોઈ પ્રકારનું મિસમેચ કે ભૂલ છે તો ઈન્કમટેક્સ વિભાગ ટેક્સપેયર્સને નોટિસ મોકલીને જવાબ અને સ્પષ્ટીકરણ માગે છે. જેવો જ નોટિસનો યોગ્ય જવાબ મળે છે, ત્યારબાદ રિફંડ રિલિઝ કરી દેવામાં આવે છે. ત્યારે જે કેસમાં મિસમેચ કે ભૂલ હોય છે, તે રિફંડ જમા થવા પર સમય લાગે છે. આવા રિફંડ આગામી બેચમાં જાતે જ ક્લિયર થઈ જાય છે.

શું છે આઈટીઆર રિફંડ ના જમા થવાના કારણો?

  • ITRમાં બતાવવામાં આવેલી ઈન્કમ અને ફોર્મ 26-એએસના આંકડામાં ફેરફાર હોવા પર ઈન્કમટેક્સ વિભાગ રિફંડ અટકાવી શકે છે, જ્યાં સુધી ટેક્સપેયર તેને યોગ્ય ના કરી દે.
  • અન-વેરિફાઈ બેન્ક એકાઉન્ટ- જો બેન્ક એકાઉન્ટ વિગત ખોટી છે અથવા એકાઉન્ટ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર વેરિફાઈ થયું નથી તો રિફંડ ક્રેડિટ થઈ શકતું નથી અને પ્રોસેસ અટકી જાય છે.
  • ખોટું ડિડક્શન- એવા ડિડક્શનનો દાવો કરવો જેના માટે ટેક્સપેયર પાત્ર નથી તો રિફંડને અટકાવવામાં આવી શકાય છે અને વિભાગ વધઉ તપાસ કરી શકે છે.
  • ઈ-વેરિફિકેશન ના થવું- રિટર્ન ફાઈલ કર્યા બાદ ઈ-વેરિફિકેશન સમય પર ના થવા પર આઈટીઆર અધૂરૂ માનવામાં આવે છે, જેનાથી રિફંડ જમા કરવામાં આવતું નથી.
  • મોટા ટ્રાન્ઝેક્શન- મોટી લેણ-દેણ જો રિસ્ક એસસમેન્ટ હેઠળ આવે છે તો ઈન્કમટેક્સ વિભાગ રિફંડ જાહેર કર્યા પહેલા વધારાની તપાસ કરી શકે છે.
  • બેકએન્ડમાં પ્રોસેસ બાકી હોય- ઘણા કેસમાં ઘણી ગડબડ ના હોવા છતાં ઈન્કમટેક્સ વિભાગની સિસ્ટમ કે પ્રોસેસમાં સમય લાગે છે, તેના કારણે રિફંડ આગામી બેચમાં શિફ્ટ થઈ જાય છે.

ટેક્સપેયર્સને શું કરવું જોઈએ?

જો તમારૂ ઈન્કમટેક્સ રિફંડ અત્યાર સુધી જમા થયું નથી તો સૌથી પહેલા પોતાની ITR ડિટેલ્સ, ફોર્મ- 26 એએસ, બેન્ક એકાઉન્ટ વેરિફિકેશન અને ઈ-વેરિફિકેશન સ્ટેટસ જરૂર ચેક કરો. સાથે જ ઈન્કમ ટેક્સ વિભાગ તરફથી કોઈ નોટિસ આવી હોય તો તેનો સમય પર જવાબ આપવો જરૂરી છે, જેથી રિફંડમાં સમય ના લાગે. 

આ પણ વાંચો: Mukesh Ambaniની આ કંપનીએ મચાવી ધમાલ, રોકાણકારોને આપ્યું તગડુ રિટર્ન