બેંક ઓફ બરોડાએ સિનિયર સિટિઝન્સ માટે એક પ્રીમિયમ સેવિંગ્સ એકાઉન્ટ લોન્ચ કર્યું છે, જેમાં ડોરસ્ટેપ બેંકિંગ, હેલ્થકેર બેનિફિટ્સ અને ઘણી નાણાકીય સુવિધાઓ ઘરે બેઠા મળશે. વૃદ્ધ ગ્રાહકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બેંક ઓફ બરોડાએ 'BoB સિનિયર સિટિઝન વિશેષ સન્માન' નામે આ એકાઉન્ટ રજૂ કર્યું છે.આ એકાઉન્ટનો મુખ્ય ઉદ્દેશ્ય વૃદ્ધ ગ્રાહકોને સરળ, સુરક્ષિત અને અનુકૂળ બેંકિંગ અનુભવ પૂરો પાડવાનો છે. ખાસ વાત એ છે કે ગ્રાહકોએ વારંવાર બેંકની શાખામાં જવાની જરૂર નહીં પડે, કારણ કે મોટાભાગની સેવાઓ ઘરે બેઠા જ ઉપલબ્ધ થશે. હેલ્થકેર સુવિધાઓથી લઈને ડોરસ્ટેપ બેંકિંગ સુધી, આ એકાઉન્ટ સિનિયર સિટિઝન્સને આર્થિક અને દૈનિક જીવનમાં મોટી રાહત આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.


મુખ્ય શરતો અને સુવિધાઓ

વરિષ્ઠ નાગરિકો માટે બેંકિંગને સરળ બનાવવા માટે બેંક ઓફ બરોડાનું આ એક મહત્વનું પગલું છે. આ પ્રીમિયમ એકાઉન્ટ એવા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે જેઓ 1 લાખ રૂપિયાનું માસિક સરેરાશ બેલેન્સ (MAB) જાળવી રાખે છે.

મળવાપાત્ર સુવિધાઓ:

ડોરસ્ટેપ બેંકિંગ: આ એકાઉન્ટની સૌથી મોટી વિશેષતા એ છે કે ગ્રાહકોને દર મહિને બે વાર મફત ડોરસ્ટેપ બેંકિંગ સેવા આપવામાં આવશે.

હેલ્થકેર લાભો: ગ્રાહકોને ડોક્ટરની મફત ઓનલાઈન સલાહ, દવાઓ અને મેડિકલ ટેસ્ટ પર ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ મળશે.

ડેબિટ કાર્ડ: એકાઉન્ટની સાથે BOB Bhoomi RuPay Select ડેબિટ કાર્ડ મફત આપવામાં આવશે.

પ્રીમિયમ લાઈફસ્ટાઈલ: આ કાર્ડ દ્વારા એરપોર્ટ લાઉન્જ એક્સેસ, ફ્રી હેલ્થ ચેકઅપ, જીમ, સ્પા, સેલોન સેવાઓ, ગોલ્ફ અને OTT સબસ્ક્રિપ્શન જેવા પ્રીમિયમ લાભો મળશે.

અન્ય છૂટછાટો:

ગ્રાહકોને રિવર્સ મોર્ગેજ લોન પર પ્રોસેસિંગ ફીમાં 50% સુધીની છૂટ, લોકર ચાર્જ પર 20%ની છૂટ અને NEFT-RTGS ટ્રાન્ઝેક્શન મફત મળશે. આ ઉપરાંત IMPS ટ્રાન્ઝેક્શન પર પણ 50% સુધીની છૂટ આપવામાં આવશે.


આ પણ વાંચો: Russia Sells Gold:રશિયાએ વેચ્યું 22,000 કિલોગ્રામ સોનું, પુતિનના આ પગલાથી વૈશ્વિક બજારમાં ફફડાટ!યુદ્ધની તૈયારી કે પાયમાલ અર્થતંત્ર?

  • Follow us on: