દિલ્હી, કોલકાતાથી લઇને ચેન્નઇ અને અમદાવાદ સહિત સંપૂર્ણ દેશમાં બેંક ખુલ્લા રાખવામાં આવશે.
15 જાન્યુઆરીના રોજ મતદાન
15 જાન્યુઆરીના રોજ મહારાષ્ટ્ર સિવાય દિલ્હી સહિત સંપૂર્ણ દેશમાં બેંક ખુલ્લી રાખવામાં આવશે. શેયર બજાર આ દિવસે બંધ રહેશે. આ દિવસે શેયર બજાર સાથે જોડાયેલા કોઇપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન નહી થાય. અને ટ્રેડિંગ પણ નહી કરવામાં આવે. કોઇપણ શેયરનું ખરીદ-વેચાણ બેંક દ્વારા સેટલમેન્ટ પણ કરી શકાશે નહી. મહારાષ્ટ્રમાં નગર નિગરની ચૂંટણી યોજાવાની છે. 15 જાન્યુઆરીના રોજ મતદાન હાથ ધરાશે. જેને લઇને મહારાષ્ટ્રમાં બેંક સહિત તમામ સરકારી ઓફિસો બંધ રાખવામાં આવશે.
BMCના મતદાનના કારણે શેયર બજાર બંધ
થોડા દિવસ અગાઉ જાહેરાત કરાઇ હતી કે, BMCના મતદાનના કારણે શેયર બજાર બંધ નહી કરવામાં આવે. માત્ર મહારાષ્ટ્રમાં બેંક બંધ રહેશે. બેંકમાં રજા અને શેયર બજાર ખુલ્લા રહેવાના કારણે મુંઝવણો ઉભો થઇ હતી. પરંતુ હવે સ્પષ્ટતા થતા લોકોની મુંઝવણ દુર થઇ છે. 15 જાન્યુઆરીના રોજ દેશમાં શેયર બજાર અને મહારાષ્ટ્રમાં બેંકનો અવકાશ રહેશે.
શેયર બજાર લાલ નિશાન સાથે બંધ
ભારતીય શેયર બજારમાં મંગળવારે ભારે ઘટાડો જોવા મળ્યો હતો. Sensx 250 અંક પડીને 83627 પર બંધ થયુ હતુ. જ્યારે નિફ્ટી 57 અંક તૂટીને 25732 પર ક્લોઝ થયુ હતુ. નિફ્ટી બેંકમાં 128 અંક ઉછળ્યુ હતુ. આ ઘટાડાને ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીની અસર ગણવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ Delhiમાં વેપારીના નિવાસસ્થાને કરાયુ ફયરિંગ, નાણાંની લેતી-દેતી મામલે ઘટનાને અપાયો અંજામ
