મોટાભાગના મેટ્રો શહેરોમાં 24 કેરેટ સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈની નજીક ટ્રેડ થઈ રહ્યા છે. તહેવારોનો સમય નજીક આવતા જ રોકાણકારો કિંમતો પર ચાંપતી નજર રાખી રહ્યા છે. ચાંદીના ભાવ પણ હાલ સ્થિર છે અને રિટેલ ખરીદદારોમાં તેને લઈને ઘણો રસ જોવા મળી રહ્યો છે. ખરીદી કરતા પહેલા ડેઈલી રેટ્સ પર નજર રાખવી ગ્રાહકો માટે ફાયદાકારક સોદો સાબિત થઈ શકે છે.

ભારતમાં સોનાની કિંમત

ભારતમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 15,578 રૂપિયાપ્રતિ ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 81 રૂપિયા વધારે છે. જ્યારે 22 કેરેટ સોનાનો રેટ 14,280 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતા 75 રૂપિયા વધુ છે. બીજી તરફ 18 કેરેટ સોનાનો ભાવ 11,684 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલ કરતા 61 રૂપિયા વધુ છે.

MCX પર સોનાનો રેટ

MCX પર સોનાનો જૂન વાયદો 0.04% ઘટીને 1,53,086 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર હતો, જ્યારે MCX પર ચાંદીનો મે વાયદો તે સમયે 0.34% વધીને 2,49,469 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતો. આંતરરાષ્ટ્રીય સોનાની કિંમતો સતત ચોથા અઠવાડિયે વધારા તરફ છે. અમેરિકન ડોલર, જે સતત બીજા અઠવાડિયે ઘટાડા તરફ દેખાઈ રહ્યો છે, તે છેલ્લા સત્રમાં છ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચી ગયો છે. ડોલર નબળો પડવાથી, ડોલર-આધારિત આ પીળી ધાતુ વિદેશી ખરીદદારો માટે સસ્તી બની જાય છે. બજારને આશા છે કે આ મહિને યુએસ ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર નહીં કરે. યુએસ ફેડરલ ઓપન માર્કેટ કમિટી (FOMC) ની બેઠક 28-29 એપ્રિલે યોજાશે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ24 કેરેટ પ્રતિ 10ગ્રામ
અમદાવાદ1,55,830
1,42,850
વડોદરા1,55,8301,42,850
રાજકોટ1,55,8301,42,850
સુરત1,55,8301,42,850
મુંબઈ1,55,7801,42,800
દિલ્હી1,55,9301,42,950

દુબઈના રેટ્સ અને તારીખને લઈને કન્ફ્યુઝન: શું છે સમગ્ર મામલો?

ઘણા NRI દુબઈમાં 24 કેરેટ સોનાના રેટ ચેક કરી રહ્યા છે જેથી જ્વેલરીની ખરીદી પર પૈસા બચાવી શકાય. ટેક્સમાં તફાવતને કારણે દુબઈમાં સોનાની કિંમત ભારતની સરખામણીમાં ઓછી રહી છે. આ જ કારણ છે કે મિડલ ઈસ્ટ હાલમાં સોનું ખરીદવા માટે એક પોપ્યુલર ડેસ્ટિનેશન બન્યું છે. રેટ્સની તુલના કરવાથી ખરીદદારોને એ સમજવામાં મદદ મળે છે કે વિદેશથી સોનું ખરીદવું તેમના માટે કેટલું સસ્તું રહેશે. આ વર્ષે 19 અને 20 એપ્રિલની તારીખોને લઈને સર્જાયેલી મૂંઝવણે ખરીદીની પેટર્ન બદલી નાખી છે. જ્યોતિષીઓનું કહેવું છે કે અક્ષય તૃતીયાનું શુભ મુહૂર્ત આ બંને તારીખોમાં આવી રહ્યું છે. આ જ અસમંજસ અને કિંમતો અચાનક વધવાના ડરથી લોકો વહેલી ખરીદી માટે નીકળી પડ્યા છે. રોકાણના યોગ્ય સમય વિશે સ્પષ્ટ જાણકારી માટે તમે સ્થાનિક પંડિતોની સલાહ લઈ શકો છો.

ફેસ્ટિવ સીઝનને કારણે બજારમાં ઘણી રોનક છે અને ગ્રાહકોનો મૂડ પણ પોઝિટિવ દેખાઈ રહ્યો છે. કિંમતો ભલે વધારે હોય, પરંતુ લોકો સોનાને રોકાણનું એક સુરક્ષિત માધ્યમ માની રહ્યા છે. શુદ્ધતાની ખાતરી માટે જ્વેલરી પર BIS હોલમાર્ક ચોક્કસ ચેક કરો. સોમવારે ગ્લોબલ માર્કેટ ખુલ્યા બાદ બજારમાં હલચલ વધુ વધવાની આશા છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-ભારતના આ રાજ્યની મહિલાઓ પાસે છે અમેરિકાના ખજાના જેટલું સોનું, નામ જાણીને ચોંકી જશો!

  • Follow us on: