દિવાળીના દિવસે હાલ સોના-ચાંદીના ભાવમાં આજે કોઈ ફેરફાર થયો નથી. ધનતેરસ 6 નવેમ્બરે સોનાની ચમક ઝાંખી પડ્યા બાદ નરક ચતુર્દશી એટલે કે નાની દિવાળીના દિવસે તેમાં સામાન્ય રિકવરી આવી હતી, પરંતુ આજે રવિવારે દિવાળીના દિવસે આ ભાવ સ્થિર છે.

દિવાળીએ સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા

ધનતેરસે 24 કેરેટવાળું 10 ગ્રામ સોનું 2560 અને 22 કેરેટવાળું 2350 ઘટ્યું હતું, પરંતુ તેના પછીના જ દિવસે 24 કેરેટ સોનામાં 110 અને 22 કેરેટવાળા સોનામાં 100નો સામાન્ય સુધારો જોવા મળ્યો હતો. હવે ચાંદીની વાત કરીએ તો આ તહેવારોની મોસમમાં ધનતેરસ 6 નવેમ્બરે એક કિલો ચાંદી 5000 ઘટ્યા બાદ સતત બે દિવસથી તેના ભાવ સ્થિર બનેલા છે, એટલે કે આજે દિવાળીના દિવસે પણ સ્થિર છે.

શહેર મુજબ સોનાના ભાવ

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,43,6001,31,750
મુંબઈ1,43,5701,31,600
કોલકાતા1,43,5701,31,600
ચેન્નઈ1,43,5701,31,160
અમદાવાદ1,43,620
1,31,650
રાજકોટ1,43,6201,31,650

10 દિવસમાં 25000 ઘટી ચાંદી

છેલ્લા 11 દિવસમાં વધઘટ બાદ એક કિલો ચાંદીના ભાવમાં 5000ની નરમાઈ જોવા મળી રહી છે. 23 ઓક્ટોબરે એક કિલો ચાંદી 5 હજાર ઘટ્યા બાદ સતત પાંચ દિવસ સુધી સ્થિર રહી હતી, પરંતુ ત્યારબાદ સતત ત્રણ દિવસમાં એટલે કે 29-31 ઓક્ટોબર સુધીમાં એક કિલો ચાંદી 20 હજાર ઘટી ગઈ હતી. ત્યારપછી ચાર દિવસ સુધી તે સ્થિર રહી અને 5 નવેમ્બરે 10,000 વધી હતી, પરંતુ 6 નવેમ્બર એટલે કે ધનતેરસના દિવસે ફરી 5000 સસ્તી થઈ હતી. ત્યારથી ચાંદી સ્થિર છે. હવે આજની વાત કરીએ તો હાલ દિલ્હીમાં એક કિલો ચાંદી 2,05,000ના ભાવે વેચાઈ રહી છે. બાકીના પ્રમુખ મહાનગરો મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પણ તે આ જ ભાવે વેચાઈ રહી છે.

આ વખતે ધનતેરસ કેવી રહી?

ધનતેરસને સોનું-ચાંદી ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. આખા વર્ષ દરમિયાન જ્વેલર્સ આ તકની રાહ જોતા હોય છે. આ વખતે વેચાણમાં વધારો પણ નોંધાયો, પરંતુ વોલ્યુમના હિસાબે જોઈએ તો ખાસ વધારો થયો નથી.

સોનું અને ચાંદી ખરીદતી વખતે શું જોવું જોઈએ?

સોનું અને ચાંદી ખરીદતી વખતે શું જોવું જોઈએ? સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક અને 6 અંકનો HUID કોડ જરૂર જોવો જોઈએ. આ સિવાય સોનાની શુદ્ધતા તપાસવી પણ જરૂરી છે. જો તમે સોના કે ચાંદીના દાગીના ખરીદી રહ્યા છો તો મેકિંગ ચાર્જ વિશે માહિતી મેળવી લો.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-Big B Health : અમિતાભ બચ્ચનની અચાનક તબિયત લથડી! કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ રોકવું પડ્યું