આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ વચ્ચે અઠવાડિયાના છેલ્લા દિવસે આજે રવિવાર, 11 એપ્રિલના રોજ ઘરેલું ઝવેરી બજારમાં ગોલ્ડ-સિલ્વરના રેટમાં કોઈ ફેરફાર થયો નથી. જોકે, વિતેલા દિવસે શનિવારે સોનાની કિંમતમાં વધારો નોંધાયો હતો. બીજી તરફ આજે સાપ્તાહિક રજા હોવાને કારણે ઘરેલું વાયદા બજાર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) માં ટ્રેડિંગ બંધ છે. સોનાના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ઘટાડા બાદ તેજી આવી છે. ઘરેલું ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં વધારો નોંધવામાં આવ્યો હતો.

ભારતમાં સોનાની કિંમત

આજે ભારતમાં સોનાની કિંમતમાં 24 કેરેટ સોનાનો ભાવ 15,284 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 49 રૂપિયા વધુ છે. તો બીજી તરફ, 22 કેરેટ સોનાનો ભાવ 14,010 રૂપિયા પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 45 રૂપિયા વધારે છે. જ્યારે 18 કેરેટ સોનાનો રેટ 11,463 પ્રતિ ગ્રામ છે, જે ગઈકાલની કિંમત કરતા 37 રૂપિયા વધારે છે.

મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)

શહેર24 કેરેટ પ્રતિ 10ગ્રામ 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ
અમદાવાદ1,52,8901,40,150
વડોદરા1,52,8901,40,150
રાજકોટ1,52,8901,40,150
સુરત1,52,8901,40,150
મુંબઈ1,52,840
1,40,100
દિલ્હી1,52,990
1,40,250

MCX પર સોનાનો રેટ

MCX ગોલ્ડ જૂન વાયદો 0.60% ઘટીને 1,52,561 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો, જ્યારે MCX સિલ્વર મે વાયદો 0.70% ઘટીને 2,42,067 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગયો. ડોલર ઈન્ડેક્સ 0.10% વધીને 98.93 પર પહોંચી ગયો, જેનાથી વિદેશી ખરીદદારો માટે પીળી ધાતુ મોંઘી થઈ ગઈ. આવું ત્યારે થયું જ્યારે US ફેડરલ રિઝર્વનું મનપસંદ મોંઘવારીનું માપદંડ-પર્સનલ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઈન્ડેક્સ-ફેબ્રુઆરીમાં વાર્ષિક (YoY) ધોરણે 2.8% વધ્યો. હવે રોકાણકારો માર્ચ મહિનાના US કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે આજે જ મોડેથી જાહેર થવાનો છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો- IPLની એક મેચ રમીને કેટલા રૂપિયા કમાઈ રહ્યો છે વૈભવ સૂર્યવંશી? રકમ જાણીને ઉડી જશે હોશ!