IPL 2026ની 16મી મેચમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટે હરાવીને બધાને ચોંકાવી દીધા છે. રાજસ્થાન રોયલ્સ તરફથી વૈભવ સૂર્યવંશીએ ઘણી હેડલાઈન્સ મેળવી છે. તેણે શાનદાર પ્રદર્શન કરતા માત્ર 26 બોલમાં 78 રન બનાવ્યા હતા. આ યુવા બેટ્સમેને માત્ર મેચ જ નથી જીતાડી પરંતુ રાતોરાત પોતાની કિંમતમાં પણ અનેકગણો વધારો કરી લીધો છે. 

રાજસ્થાન રોયલ્સ સાથે કોન્ટ્રાક્ટની કિંમત

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 સીઝન માટે રાજસ્થાન રોયલ્સ સાથે કુલ ₹1.10 કરોડનો કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે. ફ્રેન્ચાઈઝી તરફથી આ તેની મૂળ કમાણી છે. તે કોઈપણ મેચમાં કેવું પણ પ્રદર્શન કરે, આ ફી તેને મળવાની જ છે.

મેચ દીઠ કોન્ટ્રાક્ટનો હિસાબ

જો આપણે તેના કુલ કોન્ટ્રાક્ટને 14 મેચોની એક સામાન્ય લીગ સીઝનમાં વહેંચીએ, તો તેની મૂળ કમાણી પ્રતિ મેચ આશરે ₹7.85 લાખ થાય છે. આ એ નિશ્ચિત રકમ છે જે ફ્રેન્ચાઈઝી તેની સેવાઓ માટે દરેક મેચમાં ખર્ચ કરે છે.

વધારાની મેચ ફી

કોન્ટ્રાક્ટ સિવાય IPL ખેલાડીઓને મેચ ફી પણ મળે છે. હાલના નિયમો મુજબ, આ ફી પ્રતિ મેચ આશરે ₹7.50 લાખ હોય છે. આ રકમ અલગથી આપવામાં આવે છે અને તેની કુલ કમાણીમાં મોટો વધારો કરે છે.

પ્રતિ મેચ કુલ કમાણી

જ્યારે બંને ભાગોને ભેગા કરવામાં આવે છે, ત્યારે વૈભવની એક મેચની કુલ કમાણી અંદાજે ₹15.35 લાખ થઈ જાય છે. એટલે કે, આ કમાણીમાં કોન્ટ્રાક્ટનો હિસ્સો અને મેચ ફી બંને સામેલ છે. નિષ્ણાતો માને છે કે તેના શાનદાર પ્રદર્શનને કારણે તેના બજાર મૂલ્યમાં ઘણો વધારો થયો છે.

બિહારના વૈભવ સૂર્યવંશીની સફર

બિહારના રહેવાસી વૈભવ સૂર્યવંશીની સફર તેની બેટિંગ જેવી જ શાનદાર રહી છે. વૈભવ સૂર્યવંશીનો જન્મ બિહારના સમસ્તીપુર જિલ્લાના તાજપુર ગામમાં થયો હતો અને તે એક ખેડૂત પરિવારમાંથી આવે છે. માત્ર 4 વર્ષની ઉંમરે તેણે પોતાના પિતા સંજીવ સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું. પોતાની સ્કિલ્સ સુધારવા માટે તેણે સમસ્તીપુરની સ્થાનિક એકેડમીથી લઈને પટના અને મુઝફ્ફરપુર સુધીની સફર કરી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં બિહારનું પ્રતિનિધિત્વ કરતા ખૂબ જ નાની ઉંમરે પોતાની ઓળખ બનાવી અને હવે તે IPL ઈતિહાસનો સૌથી યુવા ખેલાડી બની ગયો છે.

આ પણ વાંચો- IPL 2026 : વૈભવ સૂર્યવંશીએ માત્ર આટલા બોલમાં ફટકારી 50, આવું કરનાર બન્યો પ્રથમ ભારતીય બેટ્સમેન!