સોના અને ચાંદીના ભાવમાં ઓક્ટોબર મહિનામાં મોટો કડાકો જોવા મળ્યો છે. વિતેલા મહિનામાં ચાંદીના ભાવમાં 39,000થી વધુનો ઘટાડો નોંધાયો છે, જ્યારે સોનું પણ અગાઉની સરખામણીએ ઘણું સસ્તું થયું છે. ધનતેરસ પર સોનું અને ચાંદી ખરીદવાનું આયોજન કરી રહેલા રોકાણકારો માટે આ એક સારા સમાચાર છે.

કેટલું સસ્તું થયું સોનું?

ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિયેશનના અહેવાલ મુજબ, 1 ઓક્ટોબર 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,48,687 પ્રતિ 10 ગ્રામના સ્તરે હતો. 30 ઓક્ટોબરની સાંજે આ ભાવ ઘટીને 1,40,054ના સ્તરે પહોંચી ગયો હતો. એટલે કે માત્ર એક જ મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામે 8,663નો કડાકો બોલી ચૂક્યો છે. ચાંદીની વાત કરીએ તો, ગયા મહિનાની શરૂઆતમાં તેનો ભાવ 2,20,829 પ્રતિ કિલોગ્રામ હતો, જે શુક્રવારની સાંજે ઘટીને 1,81,344 પર આવી ગયો હતો. આમ, વિતેલા મહિનામાં ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 39,485નો મોટો ઘટાડો નોંધાયો છે.

આજે 1 નવેમ્બરે સોનાના ભાવ

દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 1,39,030 પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં આ ભાવ 1,38,880 પ્રતિ 10 ગ્રામ નોંધાયો છે. આ ઉપરાંત જયપુર અને લખનૌમાં સોનાનો દર 1,39,030 પ્રતિ 10 ગ્રામ રહ્યો છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાના ભાવ

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,39,0301,27,450
મુંબઈ1,38,8801,27,300
કોલકાતા 1,38,8801,27,300
ચેન્નઈ1,38,8801,27,300
અમદાવાદ1,38,9301,27,350
રાજકોટ1,38,9301,27,350

શા માટે ઘટી રહ્યા છે સોનાના ભાવ?

માર્કેટ એક્સપર્ટ જણાવે છે કે, યુએસ ગવર્નમેન્ટ બોન્ડ્સ પર મળતું વધતું રિટર્ન સોનાના ભાવમાં ઘટાડાનું એક મુખ્ય કારણ રહ્યું છે. જાન્યુઆરી 2026ના અંતમાં જ્યારે સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હતા, ત્યારે અમેરિકાના 10 વર્ષના સરકારી બોન્ડ પર યીલ્ડ આશરે 4.24% હતી. 5 ઓક્ટોબર સુધીમાં તે વધીને 5.31% પર પહોંચી ગઈ હતી. સાથોસાથ મોંઘવારીને ધ્યાનમાં રાખીને 10 વર્ષના બોન્ડનું રિયલ રિટર્ન વધીને 2.92% થયું હતું, જે 2008ના રેકોર્ડ સ્તરની નજીક હતું.

શું સોનું ખરીદવાનો આ યોગ્ય સમય છે?

નિષ્ણાતોના મતે, ભાવમાં આવેલા આ ઘટાડા બાદ સોનું રોકાણ માટે પહેલાં કરતાં વધુ આકર્ષક બન્યું છે. સોનાના ભાવ પર રહેલું દબાણ હવે ધીમે ધીમે હળવું થઈ રહ્યું છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરતા મોટા ખરીદદારોએ સોનાની ખરીદી ચાલુ રાખી છે. કેટલાક એક્સપર્ટ્સનું માનવું છે કે એકસાથે મોટી રકમનું રોકાણ કરવાને બદલે તબક્કાવાર (SIP અથવા હપ્તા સ્વરૂપે) રોકાણ કરવું વધુ ફાયદાકારક રહેશે.

સેન્ટ્રલ બેંકોની રેકોર્ડબ્રેક ખરીદી

લાંબા ગાળાના રોકાણકારો હજુ પણ સોનાના બજારમાં સક્રિય છે. 2026ના બીજા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકોએ કુલ મળીને 289 ટન સોનાની ખરીદી કરી હતી. કોઈપણ વર્ષના બીજા ક્વાર્ટરમાં સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી આ અત્યાર સુધીની સૌથી મોટી સોનાની ખરીદી છે.

Disclaimer: અહીં દર્શાવેલ ભાવ જરૂરી નથી કે વાસ્તવિક પણ તેટલો જ હોય. સમય સમય મુજબ તથા શહેરો પ્રમાણે ભાવમાં ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો-King Actresses : રાની મુખર્જી, દીપિકા પાદુકોણ કે કરીના કપૂર... કોણ છે સૌથી વધુ અમીર? જાણો નેટવર્થ