આ વર્ષની સૌથી મોટી ફિલ્મ ધુરંધર 2 રહી છે, જેનાથી રણવીર સિંહે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી. બીજી તરફ સૌથી વધુ નફો હનુમાન અંશ ફિલ્મે કમાયો છે. જોકે હજુ પણ એક મોટી આશા બાકી છે, કારણ કે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાનની એન્ટ્રી હજુ સુધી થઈ નથી. 2023માં કમાલ કર્યા બાદ હવે શાહરૂખ ખાન પરત ફરી રહ્યા છે અને આ ફિલ્મમાં એક વિશાળ સ્ટાર કાસ્ટ જોવા મળશે. શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન પણ તેમની સાથે લીડ રોલમાં જોવા મળશે. આ ઉપરાંત દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અનિલ કપૂર, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, અભય વર્મા, અરશદ વારસી, રાઘવ જુયાલ અને અભિષેક બચ્ચન જેવા કલાકારો સામેલ છે. 

ફિલ્મમાં ત્રણેય અભિનેત્રીઓની ભૂમિકા

શાહરૂખ ખાનની આ ફિલ્મમાં કરીના કપૂર ખાનનો કેમિયો છે, જે એક ડાન્સ નંબરમાં જોવા મળશે. એવી ચર્ચા છે કે ફિલ્મમાં છમ્મક છલ્લો 2.0 જોવા મળી શકે છે, જેને લઈને ફેન્સ અત્યંત ઉત્સાહિત છે. આ સાથે દીપિકા પાદુકોણ પણ ફિલ્મમાં થોડા સમય માટે જ જોવા મળશે અને શાહરૂખ સાથે તેના કેટલાક રોમેન્ટિક સીન્સનું શૂટિંગ થઈ ચૂક્યું છે. રાની મુખર્જીના રોલ અંગે હજુ કોઈ ખાસ વિગતો સામે આવી નથી, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તે સુહાનાની માતાની ભૂમિકામાં જોવા મળી શકે છે.

કોની પાસે છે કેટલી સંપત્તિ?

1. દીપિકા પાદુકોણ: શરૂઆત દીપિકાથી કરીએ, જે બોલીવુડની ટોપ-5 એક્ટ્રેસમાં સામેલ છે. રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણની કુલ નેટવર્થ આશરે 500 કરોડ રૂપિયા છે. તે વિશ્વભરની મોટી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સની એડ કરે છે, જેનાથી તે દર વર્ષે કરોડોની કમાણી કરે છે. તેની પોતાની સ્કિનકેર બ્રાન્ડ 82°E પણ છે. આ સિવાય તેણે અનેક સ્ટાર્ટઅપ્સ અને રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. ફીની વાત કરીએ તો તે એક પ્રોજેક્ટ માટે 12 થી 15 કરોડ રૂપિયા સુધી ચાર્જ કરે છે.

https://www.instagram.com/p/DUdpeHyEhBe/?utm_source=ig_web_copy_link&obrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

2. કરીના કપૂર ખાન: કરીના દરેક ફિલ્મ માટે આશરે 10 થી 12 કરોડ રૂપિયા સુધી ફી લે છે. હાલમાં તે 30 કરતાં વધુ લોકપ્રિય બ્રાન્ડ્સનો ફેસ છે, જેના થકી તેને જંગી કમાણી થાય છે. આ સિવાય પોડકાસ્ટ શો, સ્ટેજ શો અને ફેશન લાઇન દ્વારા પણ તેની સારી કમાણી થાય છે. અહેવાલો મુજબ, કરીના કપૂર ખાનની કુલ નેટવર્થ આશરે 485 કરોડ રૂપિયા દર્શાવાઈ છે.

https://www.instagram.com/p/DezB-KLiBD2/?utm_source=ig_web_copy_link&dlrf=MzRlODBiNWFlZA==&srtk=MzRlODBiNWFlZA==

3. રાની મુખર્જી: રાની મુખર્જીની કુલ સંપત્તિ આશરે 200 થી 206 કરોડ રૂપિયાની આસપાસ છે. એક્ટ્રેસ હવે પસંદગીની ફિલ્મો જ કરે છે અને દરેક ફિલ્મ માટે અંદાજે 7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. પસંદગીની બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સ અને રિયલ એસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ્સ તેની કમાણીના મુખ્ય સ્ત્રોત છે. રાની મુખર્જી, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ સાથે શાહરૂખ ખાને અગાઉ પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે, જે બોક્સ ઓફિસ પર સફળ થવાની સાથે ફેન્સના દિલની પણ ખૂબ નજીક રહી છે.

આ પણ વાંચો-Palak-Ibrahim : પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાનનું થયું બ્રેકઅપ! 3 વર્ષ પછી લવ સ્ટોરીનો આવ્યો અંત!