જાણીતી એક્ટ્રેસ અમૃતા સિંહ અને અભિનેતા સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનનું નામ લાંબા સમયથી ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી સાથે જોડાઈ રહ્યું હતું. બંને અવારનવાર સાથે જોવા મળતા હતા, જોકે તેમણે ક્યારેય પોતાના સંબંધ અંગે ખુલીને વાત કરી નહોતી. પરંતુ હવે એવા અહેવાલો છે કે લાંબા સમયના ડેટિંગ પછી પલક અને ઇબ્રાહિમે પોતાનો સંબંધ ખતમ કરી દીધો છે.
3 વર્ષ પછી અલગ થયા પલક અને ઇબ્રાહિમ
પલક અને ઇબ્રાહિમનો સંબંધ હવે પૂરો થઈ ગયો છે. જોકે આ અંગે બંનેમાંથી કોઈએ હજુ સત્તાવાર પુષ્ટિ કરી નથી. એક રિપોર્ટ અનુસાર, સૈફના પુત્ર અને શ્વેતાની પુત્રીએ લગભગ ત્રણ વર્ષના અફેર પછી પોતાના રસ્તા અલગ કરી લીધા છે. બંને ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
