આ વર્ષે જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવ ઓલ-ટાઈમ રેકોર્ડ હાઈ લેવલ પર પહોંચ્યા હતા. 29 જાન્યુઆરીએ સોનાનો ભાવ વધીને 1.76 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યો હતો. આ દરમિયાન ચાંદીનો ભાવ પણ 3.86 લાખ પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ ફેબ્રુઆરીથી જુલાઈ દરમિયાન અનેક વૈશ્વિક કારણો અને અમેરિકન ફેડરલ રિઝર્વના નિર્ણયો બાદ બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. જુલાઈના અંત સુધીમાં સોનાનો ભાવ ઘટીને 1.42 લાખ પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયો હતો.

અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે 20 દિવસમાં મોંઘું

ઓગસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શરૂ થયેલા યુદ્ધ અને ડોલર ઈન્ડેક્સમાં આવેલા મોટા ઘટાડાને કારણે સોના-ચાંદીના ભાવ ફરી વધવા લાગ્યા છે. છેલ્લા માત્ર 20 દિવસમાં ચાંદી 32000 પ્રતિ કિલોગ્રામ અને સોનું લગભગ 10000 પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે.

આજે સોનાનો ભાવ કેટલો છે?

રવિવારે ભારતીય બુલિયન એક્સચેન્જ બંધ રહે છે, તેથી આજે ભાવ શુક્રવારના બંધ ભાવ પ્રમાણે જ છે. મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ અને હૈદરાબાદમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,63,090 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં ભાવ થોડો વધારે 1,63,240 પ્રતિ 10 ગ્રામ છે. અમદાવાદમાં તેનો ભાવ 1,63,140 પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટ સોનાની વાત કરીએ તો ઘણા મોટા શહેરોમાં તેનો ભાવ 1,49,500 પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે દિલ્હીમાં તે 1,49,650 અને અમદાવાદમાં 1,49,550 છે.

દેશના કેટલાક મોટા શહેરોમાં સોનાનો ભાવ

શહેર24 કેરેટ સોનાની કિંમત22 કેરેટ સોનાની કિંમત
દિલ્હી1,63,240
1,49,650
મુંબઈ1,63,090
1,49,500
કોલકાતા1,63,090
1,49,500
ચેન્નઈ1,63,090
1,49,500
અમદાવાદ1,63,140
1,49,550
રાજકોટ1,63,1401,49,550

ચાંદીનો ભાવ કેટલો છે?

ચાંદીના ભાવ પણ મજબૂત રહ્યા છે. હાલમાં તેનો ભાવ આશરે 2,60,000 પ્રતિ કિલોગ્રામ છે. જોકે અલગ-અલગ શહેર પ્રમાણે તેમાં થોડો ફેરફાર થઈ શકે છે. Goodreturns અનુસાર, આજે ચાંદીનો ભાવ 2,60,000 પ્રતિ કિલોગ્રામ છે.

આ વર્ષે અત્યાર સુધી ભાવમાં કેટલો વધારો થયો?

વર્ષ 2026ની શરૂઆતથી લઈને 23 ઓગસ્ટ સુધી ભારતીય સોના-ચાંદીના બજારમાં સોનાના ભાવમાં આશરે 27425 પ્રતિ 10 ગ્રામ અને ચાંદીના ભાવમાં 16210 પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે. 31 ડિસેમ્બર 2025ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,33,195 હતો, જે આજે સરેરાશ 1,60,620 છે. એટલે કે ભાવમાં 27425નો વધારો થયો છે. બીજી તરફ, 31 ડિસેમ્બર 2025ના રોજ ચાંદીનો ભાવ 2,30,420 હતો, જે હવે વધીને 2,46,630ના સ્તરે પહોંચી ગયો છે. એટલે કે ચાંદી 16210 મોંઘી થઈ છે.

શું સોના-ચાંદીના ભાવ હજુ વધશે?

કોટક સિક્યોરિટીઝ અને કોમોડિટી નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જો ભૌગોલિક-રાજકીય તણાવ આ રીતે જ ચાલુ રહેશે અને કેન્દ્રીય બેંકો સોનાની ખરીદી સતત ચાલુ રાખશે, તો આ વર્ષના ડિસેમ્બર સુધીમાં સોનું 1.70 લાખ અને ચાંદી ફરી 3 લાખ પ્રતિ કિલોગ્રામના આંકડાને સ્પર્શી શકે છે.

આ પણ વાંચો-Celebrity Restaurant : 8 હજારના પાસ્તા અને 2 લાખની શેમ્પેઈન! ખૂબ મોંઘું છે સલમાન ખાનની બહેન અર્પિતાનું રેસ્ટોરન્ટ