ક્રૂડ ઓઈલના વધતા ભાવ અને ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવ વચ્ચે ભારત સામે હવે એક નવું આર્થિક સંકટ આવી પડ્યું છે. હવે પામ ઓઈલ (Palm Oil) ની અછતને કારણે તમારા રસોડાથી લઈને બાથરૂમ સુધીની વસ્તુઓ મોંઘી થવા જઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધીને કારણે સપ્લાય ચેઈન પહેલેથી જ ખોરવાયેલી છે, ત્યારે પામ ઓઈલની અછતે ચિંતામાં વધારો કર્યો છે.
કઈ વસ્તુઓ મોંઘી થશે?
ભારત દુનિયામાં પામ ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ છે. ભારતને દર વર્ષે લગભગ 9.5 મિલિયન ટન પામ ઓઈલની જરૂર પડે છે, જેની સામે દેશમાં ઉત્પાદન માત્ર 4 લાખ ટનથી પણ ઓછું છે. ભારત મુખ્યત્વે ઈન્ડોનેશિયા અને મલેશિયા પર નિર્ભર છે. જોકે, ઈન્ડોનેશિયાએ હવે પામ ઓઈલની નિકાસ ઘટાડીને તેનો ઉપયોગ પોતાના દેશમાં બાયોડીઝલ (B50) બનાવવા માટે કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી વૈશ્વિક બજારમાં 15-20 લાખ ટન તેલની અછત સર્જાશે.













