પેટ્રોલ અને ડીઝલ દૈનિક જરૂરિયાત છે. તેની કિંમતોને આધારે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધે ઘટે છે. જો કે છેલ્લા ઘણા સમયથી પેટ્રોલ ડીઝલની કિંમતોમાં કંઇ ખાસ ઘટાડો કે વધારો થયો નથી. પરંતુ વિવિધ રાજ્યોમાં રોજે રોજ પેટ્રોલ ડીઝલના ભાવમાં સામાન્ય વધઘટ થયા કરે છે. ત્યારે 19 ડિસેમ્બરના રોજ પણ દેશના મોટા શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે.
દેશના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલની કિંમત ?
- દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 94.72 રૂપિયા અને ડીઝલનો ભાવ 87.62 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.44 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.97 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકાતામાં પેટ્રોલનો ભાવ 103.94 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.76 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100.85 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.44 રૂપિયા પ્રતિ લિટર છે.
