વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​હલ્દિયા બલ્ક ટર્મિનલ (HBT)નું ઉદ્ઘાટન કરીને તેને ઔપચારિક રીતે રાષ્ટ્રને સમર્પિત કર્યું. વાર્ષિક 4 મિલિયન મેટ્રિક ટનની ક્ષમતાના ડ્રાય બલ્ક કાર્ગોનું પરિવહન કરવા માટે હુગલી નદી પર નિર્માણ કરવામાં આવેલ આ ટર્મિનલ એક સંપૂર્ણ સ્વચાલિત બલ્ક સુવિધા સાથે સીધા રેલ જોડાણો ધરાવતું આ ટર્મિનલ ભારતના પૂર્વીય દરિયાઈ કોરિડોર દ્વારા બલ્ક કાર્ગોના પરિવહન માટે એક માળખાકીય અપગ્રેડેશન છે.

જેટી ડમ્પિંગને દૂર કરાઈ

અદાણી પોર્ટ્સ અને સેઝ (APSEZ)ના પૂર્ણ-સમયના ડિરેક્ટર અને સી.ઈ.ઓ અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે આગામી પેઢી માટેની ભારતના પૂર્વીય દરિયા કિનારા પર કાર્યક્ષમતાનો એક નવો માપદંડ સ્થાપિત કરતી હલ્દિયા બલ્ક ટર્મિનલની સુવિધા હુગલી સુધી સંપૂર્ણ યાંત્રિકીકરણ અને સીધી રેલ ખાલી કરાવશે. તેમણે કહ્યું હતું કે જેટી ડમ્પિંગને દૂર કરીને અદ્યતન સ્વચાલિત પદ્ધતિઓ દ્વારા કાર્ગોને થતાં નુકસાનને ઘટાડીને અમે સ્વચ્છ, સલામત અને વધુ ટકાઉ કામગીરી સુનિશ્ચિત કરી રહ્યા છીએ. આ ટર્મિનલ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડની ઔદ્યોગિક પુરવઠા હરોળને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવવા સાથે આધુનિક મલ્ટીમોડલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચ ઘટાડવાના વડાપ્રધાન મોદીની દ્રષ્ટીને સમર્થન આપશે.

30 વર્ષનો કરાર કરાયો

આ ટર્મિનલ HDC બલ્ક ટર્મિનલ લિ. દ્વારા ડિઝાઈન, બિલ્ડ, ફાઈનાન્સ, ઓપરેટ અને ટ્રાન્સફર (DBFOT) મોડેલ મુજબ 30 વર્ષના કરાર હેઠળ કોલકાતાના શ્યામા પ્રસાદ મુખર્જી બંદરના હલ્દિયા ડોક સંકુલ (HDC)માં વિકસાવવામાં આવ્યું છે. 14 જુલાઈ 2023ના રોજ તેના નિર્માણની શરૂઆતથી આજે રાષ્ટ્રને સમર્પિત સુધીની આ સફર દરેક પ્રક્લ્પોને સમયસર પૂર્ણ કરી તેને કાર્યાન્વિત કરવાની અદાણી પોર્ટ્સની ક્ષમતા દર્શાવે છે.

આ ક્ષમતામાં વધારાથી લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે

​હુગલી નદીના પશ્ચિમ કિનારા પર વ્યૂહાત્મક સ્થળે નિર્માણ થયેલું આ ટર્મિનલ આયાતી કોલસા અને વિવિધ પ્રકારની સૂકી જથ્થાબંધ ચીજવસ્તુઓનું પરિવહન કરવા માટે સજ્જ છે. ઉલ્લેખનીય છે કે કોલસો, બોક્સાઈટ અને ચૂનાના પત્થર સહિત ભારતની જથ્થાબંધ સૂકી આયાતમાં દેશનો પૂર્વ કિનારો લગભગ 60% હિસ્સો ધરાવે છે, જે હલ્દિયાને પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઝારખંડના સ્ટીલ, એલ્યુમિનિયમ અને પાવર ઉદ્યોગો માટે સૌથી કાર્યક્ષમ અને સીધું સામૃદ્રિક પ્રવેશ બંદર બનાવે છે. આ ક્ષમતા વધારાથી લોજિસ્ટિક્સ ખર્ચ અને આ ઉદ્યોગો માટે ટર્નઅરાઉન્ડ સમયમાં નોંધપાત્ર ઘટાડો થશે.

આ પણ વાંચો : Akasa Airlinesએ ભાડામાં કર્યો વધારો, ઈંધણ સરચાર્જ 15 માર્ચથી થશે લાગુ