ઇન્ટરનેટ કંપની Rediff.com ભારતના શેરબજારમાં લિસ્ટિંગની તૈયારી કરી રહી છે.કંપનીએ SEBI સમક્ષ અપડેટેડ ડ્રાફ્ટ પેપર દાખલ કર્યા છે.આ IPO દ્વારા 600 કરોડ રૂપિયા સુધી એકત્ર કરવાની યોજના છે. Rediff.com India Ltd એ પોતાનું અપડેટેડ ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (UDRHP)બજાર નિયમનકાર સેબી (SEBI) પાસે ફાઈલ કર્યું છે.કંપની IPO મારફતે 600 કરોડ રૂપિયા સુધી ઊભા કરવા માંગે છે.ખાસ વાત એ છે કે આ સમગ્ર ઇશ્યૂ ફ્રેશ ઇક્વિટી શેરનો હશે. તેમાં હાલના શેરધારકો તરફથી ઓફર ફોર સેલ (OFS) કરવામાં આવશે નહીં.એટલે કે IPO માંથી મળતી સંપૂર્ણ રકમ કંપની પાસે જશે.

SEBI તરફથી IPO લાવવાની મંજૂરી મળી ગઈ

કંપનીને ઓગસ્ટમાં જ SEBI તરફથી IPO લાવવાની મંજૂરી મળી ગઈ હતી. હવે અપડેટેડ દસ્તાવેજો દાખલ કરવાની સાથે લિસ્ટિંગ તરફ આગળનું પગલું ભરવામાં આવ્યું છે.IPO માંથી મળતી રકમનો મોટો હિસ્સો કંપની પોતાના ડિજિટલ બિઝનેસને મજબૂત બનાવવામાં ખર્ચ કરશે.Rediff.comની યોજના Rediff One, Rediff Pay અને Rediff TVના વિકાસ અને વિસ્તરણ પાછળ 224.8 કરોડ રૂપિયા ખર્ચ કરવાની છે.આ ઉપરાંત માર્કેટિંગ અને બ્રાન્ડિંગ પ્રવૃત્તિઓ માટે 183.34 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. બાકીની રકમ સંભવિત એક્વિઝિશન અને સામાન્ય કોર્પોરેટ જરૂરિયાતો પર ખર્ચ કરવામાં આવશે.કંપનીની રણનીતિ પોતાના ડિજિટલ પ્લેટફોર્મનો વિસ્તાર કરવાની અને નવી વ્યાપારી તકોનો લાભ ઉઠાવવાની છે.

ઇન્ટરનેટ પોર્ટલ અને ડિજિટલ મીડિયા કંપની તરીકે થઈ

Rediff.comની શરૂઆત 1996માં એક ઇન્ટરનેટ પોર્ટલ અને ડિજિટલ મીડિયા કંપની તરીકે થઈ હતી. 1998માં કંપનીએ Rediffmail ઈમેલ સેવા શરૂ કરી. ત્યારબાદ 2007માં MoneyWiz દ્વારા પર્સનલ ફાઈનાન્સ સેગમેન્ટમાં પ્રવેશ કર્યો.સમય જતાં કંપનીએ પોતાના કારોબારનો વિસ્તાર એન્ટરપ્રાઈઝ સોફ્ટવેર, ઈ-કોમર્સ અને ડિજિટલ સેવાઓ સુધી કર્યો. જુલાઈ 2025માં Rediff TV લોન્ચ કરવામાં આવ્યું, જ્યારે ડિસેમ્બર 2025માં કંપનીને Rediff Pay હેઠળ UPI સેવાઓ પૂરી પાડવા માટે NPCIની મંજૂરી મળી. Rediff.com એ AvenuesAI Ltd ની સબસિડિયરી છે.આ IPO માટે Keynote Financial Services એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે, જ્યારે MUFG Intime India રજિસ્ટ્રારની ભૂમિકા ભજવશે.

આ પણ વાંચોઃ India News: PM મોદીએ કહ્યું, ભારત હવે નવી ગેમ રમે છે, GTA 6ની થીમ પર બતાવ્યો 13 વર્ષનો બદલાવ