ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6 (GTA 6) નામની પ્રખ્યાત ગેમ દુનિયાના ઘણા હિસ્સાઓમાં રિલીઝ થઈ ગઈ છે.આ સાથે જ ગેમની નવી કડીનો 13 વર્ષની રાહનો સમય પૂરો થયો છે.અલગ-અલગ ટાઈમ ઝોનમાં મધ્યરાત્રિ થતાં જ આ ગેમને ધીરે ધીરે રિલીઝ કરવામાં આવી રહી છે.તેનો અર્થ એ છે કે દુનિયાભરમાં ઘણા લોકો તેને પહેલાંથી જ રમી ચૂક્યા છે.ભારતમાં પણ GTA 6ને ગુરુવારે જ રિલીઝ કરવામાં આવી છે.આ ગેમમાં ખેલાડીઓ લિયોનિડા નામના એક કાલ્પનિક અમેરિકન રાજ્યને એક્સપ્લોર કરી શકે છે.3D સેટિંગ ધરાવતી ગેમના આ વર્ઝનમાં સીરીઝનું પ્રથમ મહિલા પાત્ર સામેલ કરવામાં આવ્યું છે.
ઘણા લોકો અડધી રાત્રે જાગીને આ ગેમ રમી રહ્યા છે
13 વર્ષના લાંબા સમય બાદ રેકોર્ડબ્રેક ટ્રેલર અને અનેક વખત રિલીઝ મોકૂફ રહ્યા બાદ, વિવેચકોએ વર્ષના સૌથી મોટા સવાલોમાંથી એકનો જવાબ આપી દીધો છે. કોઈ ફિલ્મના આગામી ભાગ માટે 13 વર્ષ રાહ જોવી એ ઘણો લાંબો સમય લાગી શકે છે.પરંતુ GTA 6 માટે લોકોમાં એટલી બધી દીવાનગી છે કે લોકો ઓફિસમાંથી રજા સુદ્ધાં લઈ રહ્યા છે.ઘણા લોકો અડધી રાત્રે જાગીને આ ગેમ રમી રહ્યા છે.આ ગેમને રોકસ્ટાર ગેમ્સ દ્વારા બનાવવામાં આવી છે.રોકસ્ટાર ગેમ્સ એક અમેરિકન વીડિયો ગેમ કંપની છે.તે ગ્રાન્ડ થેફ્ટ ઓટો અને 'રેડ ડેડ રિડેમ્પશન' જેવી ગેમ સીરીઝ માટે જાણીતી છે.
https://x.com/narendramodi/status/2123280014741549415
પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી
ગુરુવારે રોકસ્ટાર ગેમ્સની અત્યંત લોકપ્રિય ગેમ GTA 6ના ગ્લોબલ લોન્ચ બાદ પીએમ મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ખાસ અંદાજમાં પોસ્ટ કરી હતી.પીએમ મોદીએ 'GTA 5 ના બરાબર 13 વર્ષ બાદ આવેલી 'GTA 6ને ભારતના વિકાસની ગાથા તરીકે રજૂ કરી હતી.પોતાની પોસ્ટમાં GTA થીમ પર આધારિત રંગબેરંગી ગ્રાફિક્સ શેર કરીને તેમણે અર્થવ્યવસ્થા, સ્વચ્છતા, સૌર ઊર્જા અને અંતરિક્ષ ક્ષેત્રે ભારતની ઐતિહાસિક છલાંગ દર્શાવી હતી.પીએમ મોદીએ પોતાની પોસ્ટની શરૂઆતમાં શેર કરેલા ગ્રાફિક્સમાં ભારતની બદલાયેલી આર્થિક તસવીર બતાવી હતી.વર્ષ 2013માં જ્યારે GTA 5 આવી હતી ત્યારે ભારતની ગણતરી વિશ્વની નબળી અર્થવ્યવસ્થાઓમાં થતી હતી.જ્યારે હવે 2026માં GTA 6 ના દોરમાં ભારત વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા બનીને ઉભરી આવ્યું છે.
થીમવાળા ગ્રાફિક્સ દ્વારા આ સંદેશ આપવાનો પ્રયાસ
પીએમએ GTA થીમવાળા ગ્રાફિક્સ દ્વારા આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.પીએમ મોદીની પોસ્ટમાં સામાન્ય લોકોના જીવનમાં આવેલા બદલાવને પણ GTA 6ની થીમમાં રંગાયેલા ગ્રાફિક્સ દ્વારા દર્શાવવામાં આવ્યા.તેમાં બતાવવામાં આવ્યું કે દેશમાં અત્યંત ગરીબી 27 ટકાથી ઘટીને હવે માત્ર 2.6 ટકા રહી ગઈ છે.આ બાબતને કાચા મકાનોની જગ્યાએ આધુનિક મકાનો દ્વારા દર્શાવવામાં આવી.આ ઉપરાંત, આ ગ્રાફિક્સમાં 'સ્વચ્છ ભારત અભિયાન' અને તેના વધતા વ્યાપ વિશે પણ જણાવવામાં આવ્યું છે.આ GTA થીમવાળા ગ્રાફિક્સમાં 3 વર્ષના મોટા ફેરફારોને પણ રજૂ કરવામાં આવ્યા છે. તેમાં ભારતની સૌર ઊર્જા ક્ષમતા 2.82 ગીગાવોટથી વધીને 175 ગીગાવોટ સુધી પહોંચવી અને અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખુલ્લું મૂકવા જેવા કાર્યો ગણાવવામાં આવ્યા છે.