દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની (AMC) પૈકીની એક એવી SBI ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ (SBI Funds Management Ltd) ના IPOની રાહ જોઈ રહેલા રોકાણકારો માટે આજે મહત્વનો દિવસ છે. આ રૂ. 9,812.91 કરોડના આઈપીઓ (IPO) માટે શેર એલોટમેન્ટની પ્રક્રિયા આજે એટલે કે શુક્રવાર, 17 જુલાઈ 2026 ના રોજ ફાઇનલ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ પબ્લિક ઈશ્યૂને રોકાણકારો તરફથી બમ્પર પ્રતિસાદ મળ્યો છે અને તે કુલ 41.66 ગણો સબ્સ્ક્રાઇબ થયો છે.

જો તમે પણ આ આઈપીઓ માટે બિડિંગ કર્યું છે, તો તમે રજિસ્ટ્રાર KFin Technologies અથવા શેરબજાર BSE અને NSE ની સત્તાવાર વેબસાઇટ્સ પર જઈને તમારું એલોટમેન્ટ સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકો છો.

17% પ્રીમિયમ સાથે જોરદાર લિસ્ટિંગના સંકેત 

ગ્રે માર્કેટ પર નજર રાખતી વેબસાઇટ્સ અનુસાર, બિનસત્તાવાર બજારમાં SBI ફંડ્સ મેનેજમેન્ટ આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) હાલમાં રૂ. 97 ની આસપાસ ચાલી રહ્યું છે. રૂ. 574 ની અપર પ્રાઇસ બેન્ડના આધારે જોવામાં આવે તો, ગ્રે માર્કેટ શેરના લિસ્ટિંગમાં આશરે 17 % (16.90%) ના નફાના સંકેતો આપી રહ્યું છે. આ ગણતરી મુજબ કંપનીના શેર રૂ. 671 આસપાસ શેરબજારમાં લિસ્ટ થઈ શકે છે.


મહત્વની તારીખો પર એક નજર:

એલોટમેન્ટ ફાઇનલ થવાની તારીખ: 17 જુલાઈ 2026

રિફંડ અને ડિમેટ ખાતામાં શેર ક્રેડિટ: 20 જુલાઈ 2026

શેરબજારમાં લિસ્ટિંગની તારીખ: 21 જુલાઈ 2026 (સવારે 10:00 વાગ્યે)

BSE પોર્ટલ પર એલોટમેન્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?


1, BSE પેજ પર જાઓ

પહેલું સ્ટેપ

સૌથી પહેલા BSE ની સત્તાવાર એલોટમેન્ટ લિંક (https://www.bseindia.com/investors/appli_check.aspx) ઓપન કરો.


2, ઈશ્યૂનો પ્રકાર પસંદ કરો

બીજું સ્ટેપ

ત્યાં 'Issue Type' વિકલ્પમાં Equity સિલેક્ટ કરો.


3, કંપનીનું નામ સિલેક્ટ કરો

ત્રીજું સ્ટેપ

ડ્રોપડાઉન મેનૂમાંથી SBI Funds Management Limited પસંદ કરો.


4, વિગતો દાખલ કરો

ચોથું સ્ટેપ

તમારો Application Number અથવા તમારો PAN Number દાખલ કરો.


5, સ્ટેટસ જુઓ

અંતિમ સ્ટેપ

'I am not a robot' કેપ્ચા વેરિફિકેશન બોક્સ પર ટીક કરો અને ત્યારબાદ Search બટન પર ક્લિક કરો. તમારું સ્ટેટસ સ્ક્રીન પર દેખાશે.


KFin Technologies (રજિસ્ટ્રાર) પર સ્ટેટસ કઈ રીતે ચેક કરવું?

રજિસ્ટ્રારની વેબસાઇટ KFinTech (https://ipostatus.kfintech.com/) દ્વારા પણ તમે સ્ટેટસ જાણી શકો છો:

1. પોર્ટલ ઓપન કરી લિસ્ટમાંથી SBI Funds Management Limited સિલેક્ટ કરો.

2. સર્ચ ટાઈપમાં Application No, Demat Account અથવા PAN માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો.

3. પસંદ કરેલા વિકલ્પ મુજબની વિગત અને આપેલ કેપ્ચા કોડ બોક્સમાં ભરો.

4. છેલ્લે Submit પર ક્લિક કરતાની સાથે જ તમને શેર લાગ્યા છે કે નહીં તેની માહિતી મળી જશે.

જે રોકાણકારોને શેર ફાળવવામાં નહીં આવે, તેમના બ્લોક થયેલા નાણાં 20 જુલાઈએ અનબ્લોક (રીલીઝ) કરી દેવામાં આવશે અને એલોટમેન્ટ મેળવનારાઓના ડિમેટ ખાતામાં તે જ દિવસે શેર જમા થઈ જશે.