કેન્દ્ર સરકારે જુલાઈ-સપ્ટેમ્બર 2026 ત્રિમાસિક માટે તમામ સ્મોલ સેવિંગ સ્કીમ્સના વ્યાજ દર જાહેર કર્યા છે. નાણાં મંત્રાલયના આર્થિક વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ કોઈપણ યોજનાના વ્યાજ દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલે કે એપ્રિલ-જૂન 2026 ત્રિમાસિકમાં જે વ્યાજ દર લાગુ હતા, તે જ દર હવે પણ યથાવત રહેશે.
રોકાણકારોને સ્થિર રિટર્ન મળશે
આ નિર્ણયથી પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF), સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમ (SCSS), સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY), નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (POMIS) જેવી લોકપ્રિય યોજનાઓમાં રોકાણ કરનારાઓને સ્થિર રિટર્ન મળશે. જાહેર કરાયેલા દર મુજબ SCSS અને SSY પર સૌથી વધુ 8.2% વાર્ષિક વ્યાજ મળશે. NSC પર 7.7%, PPF પર 7.1% અને પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના પર 7.4% વ્યાજ દર યથાવત રહેશે. કિસાન વિકાસ પત્ર (KVP) પર 7.5% વ્યાજ મળશે અને તેનો સમયગાળો 115 મહિના રહેશે.
