1 ડિસેમ્બરે એશિયન બજારોમાં તેજી વચ્ચે  સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજારો મજબૂત રીતે ખુલ્યા. સરકારી બેંકિંગ શેરો અને મેટલ શેરોમાં તેજીથી બજારને ટેકો મળી રહ્યો છે. 30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 86,065 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે 931 કલાકે 303 પોઇન્ટના વધારા સાથે 86,010.59 અંકે ખૂલ્યો. જ્યારે નિફ્ટી  નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નિફ્ટી 50 પણ 26,325 પર મજબૂત રીતે ખુલ્યો. સવારે 9:31 કલાકે 85.70 પોઇન્ટના વધારા સાથે  26,288.65 અંકે ખૂલ્યો. 


ભારે ઉછાળા સાથે ટ્રેડિંગ 

સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારે ભારે ઉછાળા સાથે વેપાર શરૂ કર્યો. ગયા અઠવાડિયે જાહેર કરાયેલા ભારતના પ્રભાવશાળી GDP વૃદ્ધિના આંકડા સેન્સેક્સ અને નિફ્ટીમાં પ્રતિબિંબિત થયા. બંને સૂચકાંકોએ તેમના બધા રેકોર્ડ તોડી નાખ્યા અને ખુલતાની સાથે જ નવી ટોચ પર પહોંચ્યા. BSE સેન્સેક્સ 86,159 ની નવી ટોચે પહોંચ્યો, જ્યારે NSE નિફ્ટીએ પણ મજબૂત શરૂઆત કરી, 26,325 ની નવી ટોચને સ્પર્શ કર્યો. શરૂઆતના કારોબારમાં અદાણી પોર્ટ્સ, BEL અને ટાટા સ્ટીલ જેવા મુખ્ય શેરોમાં તેજી જોવા મળી.

સેન્સેક્સએ તોડ્યો રેકોર્ડ 

શેરબજારમાં ટ્રેડિંગ શરૂ થતાંની સાથે જ, BSE સેન્સેક્સે અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા. 30 શેરનો ઇન્ડેક્સ 86,065.92 પર ખુલ્યો, જે તેના અગાઉના બંધ 85,706.67 થી વધીને 86,159.02 પર ટ્રેડ થઈ રહ્યો હતો, જે તેની 52-સપ્તાહની નવી ટોચ છે.

નિફ્ટમાં  મોટો ઉછાળો

બોમ્બે સ્ટોક એક્સચેન્જના સેન્સેક્સની જેમ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 50 પણ મજબૂત વધારા સાથે ખુલ્યો અને તે જ સમયે નવા શિખરો પર પહોંચ્યો. તે 26,325.80 પર ખુલ્યો, જે 52-સપ્તાહની નવી ટોચ છે, જે તેના અગાઉના બંધ 26,202.95 થી વધીને છે.

પાછલા સત્રમાં શેરબજારમાં ઘટાડો 

 પાછલા સત્રમાં  BSE સેન્સેક્સ 13.71 પોઈન્ટ અથવા 0.02 ટકા ઘટીને 85,706.67 પર બંધ થયો હતો, જ્યારે NSE નિફ્ટી 12.60 પોઈન્ટ અથવા 0.05 ટકા ઘટીને 26,202.95 પર બંધ થયો હતો.

વૈશ્વિક બજારોની શું છે સ્થિતિ ? 

સોમવારે એશિયન બજારો સ્થિર શરૂઆત સાથે શરૂ થયા. યુએસ વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષાએ જોખમ ભાવનાને વેગ આપ્યો. દરમિયાન, રોકાણકારોએ નજીકના ભવિષ્યમાં વ્યાજ દરમાં વધારાની શક્યતાનું મૂલ્યાંકન કરતા યેન (જાપાની ચલણ) મજબૂત બન્યું.

જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.68 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ 0.56 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો. ચીનનો શાંઘાઈ SE ઇન્ડેક્સ 0.11 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યો હતો.

એશિયન બજારોમાં શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન યુએસ સ્ટોક ફ્યુચર્સ સ્થિર રહ્યા હતા. ગયા અઠવાડિયે વોલ સ્ટ્રીટ સકારાત્મક રહ્યું હતું. શુક્રવારે થેંક્સગિવિંગ પછીના ટૂંકા સત્રમાં નાસ્ડેક કમ્પોઝિટ 0.65 ટકા વધીને 23,365.69 પર બંધ થયો. એક્સચેન્જનો આ સતત પાંચમો દિવસ હતો. S&P 500 પણ 0.54 ટકા વધીને 6,849.09 પર બંધ થયો, જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 289.30 પોઇન્ટ અથવા 0.61 ટકા વધીને 47,716.42 પર બંધ થયો.

વધુ વાંચો- Winter Session of Parliament: સદન નાટકો કરવાની જગ્યા નથી..નારા નહી નીતિ પર ફોકસ કરો... વિપક્ષને PM Modiની સલાહ



  • Follow us on: