ગયા સપ્તાહે ભારતીય શેરબજારમાં જોવા મળેલા ઘટાડાના કારણે દેશની ટોપ 10 સૌથી વધારે માર્કેટકેપ ધરાવતી કંપનીઓમાંથી 7 કંપનીઓના માર્કેટ કેપિટલાઈઝેશનમાં કુલ મળીને ₹1.54 લાખ કરોડથી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ગાળામાં સૌથી મોટો નુકસાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ને થયો છે. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 639.61 પોઈન્ટ (0.84%) અને નિફ્ટી 171.55 પોઈન્ટ (0.72%) નીચે આવ્યા હતા.
કઈ કંપનીને કેટલું નુકસાન?
બજારમાં ઘટાડાના આ ટ્રેન્ડ વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, TCS, બજાજ ફાઇનાન્સ અને હિન્દુસ્તાન યુનિલિવરના માર્કેટ કેપમાં ઘટાડો નોંધાયો છે. બીજી તરફ SBI, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને LICના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹46,078.30 કરોડ ઘટીને ₹17,87,039.40 કરોડ થયું છે. HDFC બેંકનું માર્કેટ કેપ ₹33,333.06 કરોડ ઘટીને ₹11,46,641.84 કરોડ થયું છે. એ જ રીતે ભારતી એરટેલનું માર્કેટ કેપ ₹25,408.96 કરોડ ઘટીને ₹11,14,886.53 કરોડ, TCSનું ₹22,920.58 કરોડ ઘટીને ₹8,15,480.75 કરોડ અને હિન્દુસ્તાન યુનિલિવરનું ₹13,169.46 કરોડ ઘટીને ₹5,04,210.54 કરોડ થયું છે.
