આઈટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ઈન્ફોસિસે માર્ચ 2026 ત્રિમાસિક (Q4FY26)ના મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વર્ષ દર વર્ષ આધાર પર 21% વધીને ₹8,501 કરોડ થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં ₹7,033 કરોડ હતો. આ વૃદ્ધિ કંપનીના મજબૂત બિઝનેસ અને મોટા પ્રોજેક્ટ્સને કારણે જોવા મળી છે.
રોકાણકારોને ક્યારે મળશે ડિવિડન્ડ?
આ ત્રિમાસિકમાં કંપનીની કુલ આવક ₹46,402 કરોડ રહી છે, જે ગયા વર્ષના ₹40,925 કરોડની સરખામણીએ લગભગ 13.4% વધુ છે. ત્રિમાસિક આધાર પર પણ કંપનીનું પ્રદર્શન સુધરેલું રહ્યું છે, જ્યાં Q3FY26ની સરખામણીએ નફામાં 28%નો વધારો અને આવકમાં આશરે 2%ની વૃદ્ધિ નોંધાઈ છે. કંપનીએ શેરધારકો માટે FY26 માટે પ્રતિ શેર ₹25 ફાઈનલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. તેની રેકોર્ડ તારીખ 10 જૂન 2026 અને ચુકવણી તારીખ 25 જૂન 2026 નક્કી કરવામાં આવી છે. આ જાહેરાત રોકાણકારો માટે સકારાત્મક માનવામાં આવી રહી છે.
પરિણામો બાદ કંપનીના ADR શેરમાં લગભગ 5%ની ઘટાડો જોવા મળ્યો
FY27 માટે કંપનીએ 1.5%થી 3.5% સુધીની રેવન્યુ વૃદ્ધિનો અંદાજ આપ્યો છે. ઓપરેટિંગ માર્જિન 20%થી 22% વચ્ચે રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. Q4FY26માં માર્જિન 21% રહ્યું છે, જે સ્થિરતા અને થોડા સુધારા દર્શાવે છે. ડોલર રેવન્યુ $5,040 મિલિયન રહ્યું છે, જેમાં ત્રિમાસિક આધાર પર વૃદ્ધિ જોવા મળી પરંતુ વર્ષદર વર્ષ ઘટાડો નોંધાયો. પરિણામો બાદ કંપનીના ADR શેરમાં લગભગ 5%ની ઘટાડો જોવા મળ્યો, જે બજારમાં સાવચેતી દર્શાવે છે. કંપની આગામી સમયમાં AI અને ડિજિટલ સર્વિસ પર વધુ ફોકસ કરવાની યોજના ધરાવે છે. કુલ મળીને ઈન્ફોસિસના પરિણામો મજબૂત રહ્યા છે, પરંતુ બજાર હજુ પણ સાવચેત વલણ અપનાવી રહ્યું છે.
આ પણ વાંચો : Nestle India Q4 Results : કંપનીના નફામાં થયો 26 ટકાનો મોટો વધારો, રોકાણકારોને મળશે 5 રૂપિયા ડિવિડન્ડ
ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.