શેરબજારમાં સરકારી કંપનીઓનો દબદબો સતત જોવા મળી રહ્યો છે અને બુધવારે પણ ઈન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ (IREDA)ના શેરોએ તેનો પુરાવો આપ્યો છે. રોકાણકારોમાં આ નવરત્ન કંપની પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે ઈન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન શેર 10.85 ટકા ઉછળી 142.85 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો. છેલ્લા એક મહિનામાં આ શેરે લગભગ 27 ટકા જેટલું શાનદાર વળતર આપ્યું છે, જેના કારણે બજારમાં રોકાણકારોમાં ચર્ચા તેજ બની છે.

લોન બુક 22 ટકા વધીને 93,075 કરોડ રૂપિયા થઈ ગયું

આ તેજી પાછળ મુખ્ય કારણ કંપનીના મજબૂત નાણાકીય આંકડા છે. તાજેતરમાં 31 માર્ચ 2026 સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ માટેના ચોથા ત્રિમાસિક અપડેટમાં કંપનીએ સારા પરિણામો રજૂ કર્યા છે. કંપનીના લોન સૅન્ક્શનમાં વાર્ષિક ધોરણે 9 ટકાનો વધારો થઈ 51,883 કરોડ રૂપિયા થયો છે. લોન ડિસ્બર્સમેન્ટ પણ 16 ટકા વધીને 34,946 કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે, જ્યારે કુલ લોન બુક 22 ટકા વધીને 93,075 કરોડ રૂપિયા થઈ ગયું છે.

આવક અને વ્યાજ આવકમાં પણ નોંધપાત્ર વધારો

પાછલા ત્રિમાસિક પરિણામોમાં પણ કંપનીએ મજબૂત પ્રદર્શન કર્યું હતું. ત્રીજા ત્રિમાસિકમાં કંપનીનો ચોખ્ખો નફો 37.5 ટકા વધીને 584.9 કરોડ રૂપિયા રહ્યો હતો. આવક અને વ્યાજ આવકમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. IREDA નવી અને MNRE મંત્રાલય હેઠળ કાર્યરત એક નવરત્ન સરકારી કંપની છે, જે દેશના ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સને લોન અને નાણાકીય સહાય પૂરી પાડે છે. સરકારના ગ્રીન એનર્જી પર વધતા ફોકસને કારણે આ કંપનીનો ભવિષ્યમાં વિકાસ વધુ મજબૂત માનવામાં આવે છે.

આ પણ વાંચો : Vedanta Demerger : વેદાંતાના 21 લાખ રોકાણકારો માટે સારા સમાચાર, ડિમર્જરની રેકોર્ડ ડેટ કરી જાહેર

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.