માઈનિંગ ક્ષેત્રની દિગ્ગજ કંપની વેદાંતા લિમિટેડે પોતાના ડિમર્જર પ્લાન અંગે સોમવારે (20 એપ્રિલ) મોટું અપડેટ જાહેર કર્યું છે. કંપનીએ જણાવ્યું છે કે 1 મે 2026ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે અને આ તારીખથી જ ડિમર્જર યોજના લાગુ માનવામાં આવશે. આ આધારે જ રોકાણકારોને નવા શેર ફાળવવામાં આવશે.

બિઝનેસ ચાર અલગ-અલગ કંપનીઓમાં વહેંચાશે

આ ડિમર્જર અંતર્ગત કંપની પોતાના બિઝનેસને ચાર અલગ-અલગ કંપનીઓમાં વહેંચશે. તેમાં Vedanta Aluminium Metal Ltd, Talwandi Sabo Power Ltd, Malco Energy Ltd અને Vedanta Iron and Steel Ltdનો સમાવેશ થાય છે. શેરહોલ્ડર્સને તેમના હાલના શેરના અનુપાતમાં આ ચારેય કંપનીઓમાં હિસ્સેદારી મળશે.

શેરની ફાળવણી કેવી રીતે થશે?

એલ્યુમિનિયમ બિઝનેસ માટે દરેક 1 શેરને બદલ 1 નવો શેર મળશે. પાવર બિઝનેસ માટે પણ 1:1 રેશિયોમાં શેર આપવામાં આવશે. ઓઈલ અને ગેસ તેમજ આયર્ન-સ્ટીલ બિઝનેસ માટે પણ સમાન રીતે નવા શેર ફાળવાશે. આ સાથે જ કંપનીની સહાયક કંપની BALCOમાં હિસ્સો પણ Vedanta Aluminium Metal Ltdને ટ્રાન્સફર કરવામાં આવશે. FY25માં BALCOનો ટર્નઓવર ₹15,909 કરોડ રહ્યો હતો.

શું છે કંપનીનો ઉદ્દેશ્ય?

ડિમર્જર પછી Talwandi Sabo Power Ltdનું નામ બદલાઈને Vedanta Power Ltd થશે, જ્યારે Malco Energy Ltdનું નામ Vedanta Oil and Gas Ltd રાખવામાં આવશે. કંપની મુજબ આ ડિમર્જરનો હેતુ દરેક બિઝનેસને અલગ ઓળખ આપવાનો છે, જેથી દરેક સેક્ટર પોતાની વૃદ્ધિ પર વધુ ધ્યાન આપી શકે. સાથે જ રોકાણકારોને પણ અલગ-અલગ સેગમેન્ટમાં સીધું રોકાણનો મોકો મળશે.

આ પણ વાંચો : Adani Powerની ન્યૂક્લિયર એનર્જી બિઝનેસમાં એન્ટ્રી, શેરના ભાવ પહોંચ્યા આસમાને

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.