ગયા અઠવાડિયે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં ઘટાડો થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં સેન્સેક્સ 70.16 પોઈન્ટ ઘટીને 84,929.36 પર બંધ થયો હતો. આ દરમિયાન ટોચની 10 સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાંથી 6 કંપનીનું સંયુક્ત માર્કેટ વેલ્યુએશન ગયા અઠવાડિયે 75,256.97 કરોડ રૂપિયા વધ્યું હતું.


આ કંપનીના શેરના ભાવમાં નોંધાયો ઘટાડો?

જેમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ અને ઈન્ફોસિસ સૌથી મોટા વિજેતા તરીકે સામે આવ્યા હતા. ગયા અઠવાડિયે, BSE બેન્ચમાર્ક 338.3 પોઈન્ટ અથવા 0.39 ટકા ઘટ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ભારતી એરટેલ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર વધ્યા હતા, જ્યારે HDFC બેન્ક, ICICI બેન્ક, બજાજ ફાઈનાન્સ અને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)ના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો.

કેટલું રહ્યું TCSનું માર્કેટ કેપ?

ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)નું માર્કેટ વેલ્યુએશન 22,594.96 કરોડ રૂપિયા વધીને 11,87,673.41 કરોડ રૂપિયા થયું. ઈન્ફોસિસનું માર્કેટ વેલ્યુએશન 16,971.64 કરોડ રૂપિયા વધીને 6,81,192.22 કરોડ રૂપિયા થયું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ વેલ્યુએશન 15,922.81 કરોડ રૂપિયા વધીને 9,04,738.98 કરોડ રૂપિયા થયું અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ વેલ્યુએશન 12,314.55 કરોડ રૂપિયા વધીને 21,17,967.29 કરોડ રૂપિયા થયું છે.

બજાજ ફાઈનાન્સના માર્કેટ કેપમાં થયો ઘટાડો

ત્યારે ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઈઝેશન 7,384.23 કરોડ રૂપિયા વધીને 11,95,332.34 કરોડ રૂપિયા થયું છે અને લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપ 68.78 કરોડ રૂપિયા વધીને 5,60,439.16 કરોડ રૂપિયા થયું છે. જોકે, HDFC બેન્કનું માર્કેટ કેપ 21,920.08 કરોડ રૂપિયા ઘટીને 15,16,638.63 કરોડ રૂપિયા થયું છે. LICનું માર્કેટ કેપ 9,614 કરોડ રૂપિયા ઘટીને 539,206.05 કરોડ રૂપિયા થયું છે. ICICI બેન્કનું માર્કેટ કેપ 8,427.61 કરોડ રૂપિયા ઘટીને 9,68,240.54 કરોડ રૂપિયા થયું અને બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ રૂપિયા 5,880.25 કરોડ ઘટીને 6,27,226.44 કરોડ રૂપિયા થયું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની રહી, ત્યારબાદ HDFC બેન્ક, ભારતી એરટેલ, TCS, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, લાર્સન એન્ડ ટુબ્રો અને LICનો નંબર આવે છે.

શું છે વિદેશી રોકાણકારોનું વલણ?

ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીનો દોર ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ડિસેમ્બરમાં પણ સતત શેર વેચી રહ્યા છે. અત્યાર સુધીના ડેટાના આધારે FIIએ ડિસેમ્બરમાં આશરે 22,864 કરોડ રૂપિયાના શેર વેચ્યા છે, જેનાથી બજારની ચાલ પર દબાણ આવ્યું છે.

આ પણ વાંચો: Tax Free Car: ટેક્સ ફ્રી મળી રહી છે Maruti Swift! આ રીતે ખરીદવાથી બચશે 1.89 લાખ રૂપિયા, જાણો કિંમત


  • Follow us on: