બજારમાં આજે લોકોની આતુરતાનો અંત આવ્યો. રોકાણકારો લાંબા સમયથી Jio IPO લોન્ચ થયાની રાહ જોઈ રહ્યા હતા. આજે 28 ઓક્ટોબરના રોજ Jio Platform લિસ્ટીંગ સાથે ભારતીય IPO ના ઇતિહાસમાં આજે મોટો રેકોર્ડ સ્થાપિત થયો. જિયો પ્લેટફોર્મ્સનો શેરબજારમાં પ્રવેશ થતા જ રોકાણકારોમાં ખુશીનું મોજું જોવા મળ્યું. લાંબા સમયથી બજારમાં સુસ્ત વલણ હતું. પરંતુ Jioના આગમનથી બજારમાં ઉત્સાહ છે.

Jio Platformના શેર ડિમાન્ડમાં

બુધવારે જ્યારે બજાર ખુલવાની સાથે જિયો પ્લેટફોર્મ્સના શેર ₹1358 પર લિસ્ટ થયા હતા. જે 21.35 % નો જબરદસ્ત પ્રીમિયમ દર્શાવે છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને પ્રતિ શેર ₹239 નો સીધો નફો થયો. આ IPO માટે લોટ સાઈઝ 12 ઇક્વિટી શેરની હતી.  એટલે કે જે રોકાણકારોને એક જ લોટ ફાળવવામાં આવ્યો હતો, તેમને લિસ્ટિંગ સાથે જ ₹2868 નો નફો થયો. જો તમે Jio IPOમાં રોકાણ નથી કર્યું તો નિરાશ થવાની જરૂર નથી. તમે સારું વળતર મેળવવા Jio ના શેર ખરીદી શકશો. આ માટે ભલે તમારી પાસે પૂરતા પૈસા ના હોય છતાં તમે Jio ના શેર લઈ શકશો.

MTF સુવિધા દ્વારા Jio ના શેર ખરીદી શકશે

Jio Platform લિસ્ટીંગ થતા બજારના સમીકરણો બદલાયા છે. જો તમે શેરબજારમાં રોકાણ કરવા માંગો છો પરંતુ પૂરતું ભંડોળ નથી, તો માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) તમારા માટે એક ઉત્તમ વિકલ્પ બની શકે છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ડિજિટલ અને ટેલિકોમ કંપની Jio Platforms ના શેર 28 ઓક્ટોબર, 2026ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ રહ્યા છે. NSE ના પરિપત્ર મુજબ, લિસ્ટિંગના પહેલા જ દિવસથી રોકાણકારો MTF સુવિધા દ્વારા Jio ના શેર ખરીદી શકશે.

માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી (MTF) શું છે?

MTF એટલે કે માર્જિન ટ્રેડિંગ ફેસિલિટી એવી સુવિધા છે જેમાં રોકાણકારોએ શેર ખરીદવા માટે પોતાના ખિસ્સામાંથી પૂરી રકમ ચૂકવવી પડતી નથી. રોકાણકાર શેરની કુલ કિંમતનો અમુક હિસ્સો (માર્જિન) ચૂકવે છે, જ્યારે બાકીની રકમ બ્રોકર દ્વારા ઉધાર (ફંડિંગ) તરીકે પૂરી પાડવામાં આવે છે.

તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે MTF માં મફત શેર મળતા નથી; બ્રોકર દ્વારા આપવામાં આવેલી ઉધાર રકમ પર નક્કી કરેલું વ્યાજ અને ફી વસૂલવામાં આવે છે.

ઉદાહરણ: જો તમે ₹50,000ના શેર ખરીદવા માંગો છો અને તમારી પાસે ₹25,000છે, તો બ્રોકર 50% માર્જિન પર બાકીના ₹25,000નું ફંડિંગ પૂરું પાડે છે.

Jio ના શેરમાં MTF સુવિધા કેવી રીતે કામ કરશે?

Jio Platforms ના IPO માટે પ્રાઇસ બેન્ડ ₹1,065 થી ₹1,119 પ્રતિ શેર રાખવામાં આવી હતી. લિસ્ટિંગ બાદ એક્સચેન્જ પર જે પ્રવર્તમાન બજાર ભાવ (Market Price) હશે તેના આધારે ટ્રેડિંગ થશે.

ગણતરીનું ઉદાહરણ: માની લો કે લિસ્ટિંગ પછી Jio ના એક શેરનો ભાવ ₹1,200 છે અને તમે 100 શેર ખરીદવા માંગો છો, તો કુલ રોકાણ રકમ ₹1,20,000 થશે.

જો તમારો બ્રોકર 50% માર્જિન શરત રાખે છે, તો તમારે ₹60,000 સ્વહસ્તે ચૂકવવા પડશે અને બાકીના ₹60,000 બ્રોકર ફંડ કરશે.

આ સુવિધાનો ઉપયોગ કર્યા બાદ રોકાણકારે ઉધાર લીધેલી રકમ સાથે તેનું વ્યાજ અને અન્ય ચાર્જીસ બ્રોકરને ચૂકવવાના રહેશે.

MTF ના ફાયદા અને જોખમો

આ સુવિધા હેઠળ મર્યાદિત મૂડી હોવા છતાં રોકાણકારો પોતાની ક્ષમતા કરતાં વધુ કિંમતના શેર ખરીદી શકે છે. જો શેરનો ભાવ વધે, તો મૂળ રોકાણના પ્રમાણમાં વધારે વળતર (Profit) મેળવી શકાય છે. જો કે આ સુવિધામાં જોખમ એ છે કે બ્રોકર પાસેથી લીધેલી રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે, જેનાથી રોકાણનો ખર્ચ વધે છે. તેમજ જો શેરનો ભાવ ઘટે, તો પણ બ્રોકરની ઉધાર રકમ અને વ્યાજ ફરજિયાત ચૂકવવું પડે છે, જેનાથી નુકસાનનું પ્રમાણ વધી શકે છે.


આ પણ વાંચો : Stock Market Opening: JIO IPOની લિસ્ટિંગ પહેલા શેર માર્કેટ ધડામ.. 773.23 પોઇન્ટ તૂટ્યો સેન્સેક્સ