જો તમારો મોબાઇલ ડેટા દિવસ પૂરો થાય તે પહેલાં જ ખતમ થઈ જાય છે અને વારંવાર ડેટા રિચાર્જ કરાવવો પડે છે, તો Jioનો એક ખાસ ડેટા પેક તમારા કામનો થઈ શકે છે. ખાસ કરીને રાત્રે ફિલ્મો અને વેબ સિરીઝ જોતા, મોટી ફાઇલો ડાઉનલોડ કરતા કે મોબાઇલ પર ગેમ રમતા લોકો માટે આ પ્લાન ઉપયોગી બની શકે છે.

Jioના રૂ.50ના ડેટા પેકમાં દરરોજ રાત્રે 12 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ ઇન્ટરનેટનો લાભ મળતો હોવાનો અહેવાલ છે. આ સુવિધા એક-બે દિવસ નહીં, પરંતુ સતત 28 દિવસ સુધી મળે છે. એટલે કે ચાર અઠવાડિયા સુધી દરરોજ રાત્રે પાંચ કલાક વધારાનું ઇન્ટરનેટ વાપરી શકાય છે.

Jioના રૂ.50ના પેકમાં શું મળશે?

Jioના આ ડેટા પેકની ખાસિયત તેનો સમયગાળો છે. તેમાં દરરોજ રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો લાભ મળે છે. પેકની વેલિડિટી 28 દિવસની છે.

આ સમય દરમિયાન યુઝર્સ મોટી ફાઇલો ડાઉનલોડ કરી શકે છે, ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે, ગેમ ડાઉનલોડ કરી શકે છે તેમજ મોબાઇલ એપ્સ અપડેટ કરી શકે છે. આ કામો માટે તેમના મુખ્ય રિચાર્જ પ્લાનમાં મળતા દૈનિક ડેટાનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

આ પેક 4G અને 5G નેટવર્ક પર કામ કરતો હોવાનું જણાવાયું છે. જોકે, તેનો લાભ તમારા વિસ્તારમાં નેટવર્કની ઉપલબ્ધતા અને ઉપયોગમાં લેવાતા ડિવાઇસ પર પણ આધાર રાખે છે.

ખાસ ધ્યાન રાખો: અનલિમિટેડ ડેટાની સુવિધા માત્ર રાત્રે 12થી સવારે 5 વાગ્યા સુધી જ ઉપલબ્ધ છે. સવારે 5 વાગ્યા પછી ઇન્ટરનેટ વાપરશો તો તમારા મુખ્ય રિચાર્જ પ્લાનનો ડેટા વપરાશે.

કયા યુઝર્સ માટે આ રિચાર્જ ફાયદાકારક?

આ પ્લાન દરેક યુઝર માટે જરૂરી નથી, પરંતુ રાત્રે વધુ ઇન્ટરનેટ વાપરતા લોકો માટે ઉપયોગી બની શકે છે.

- વિદ્યાર્થીઓ: અભ્યાસ સંબંધિત મોટી ફાઇલો અને વીડિયો ડાઉનલોડ કરી શકે છે.

- ગેમર્સ: મોટી સાઇઝની ગેમ્સ અને અપડેટ્સ ડાઉનલોડ કરી શકે છે.

- ફિલ્મપ્રેમીઓ: રાત્રે ફિલ્મો અને વેબ સિરીઝ જોઈ શકે છે.

- વધુ ડાઉનલોડ કરતા યુઝર્સ: મુખ્ય પ્લાનનો દૈનિક ડેટા બચાવી શકે છે.

પરંતુ જો તમે રાત્રે 12થી સવારે 5 વાગ્યા દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ કરતા જ નથી, તો આ પેક તમારા માટે ખાસ ફાયદાકારક નહીં બને. આ આખો દિવસ ચાલતા અનલિમિટેડ ડેટા પ્લાનનો વિકલ્પ નથી.

Jio પાસે રૂ.15 અને રૂ.25ના ડેટા પેક પણ

રૂ.50ના પેક ઉપરાંત Jio પાસે રૂ.15 અને રૂ.25ના ડેટા એડ-ઓન પેક પણ ઉપલબ્ધ હોવાનું અહેવાલમાં જણાવાયું છે. રૂ.15ના પેકમાં એક દિવસ માટે 5G ડેટાનો લાભ મળે છે, જ્યારે રૂ.25નો પેક વધારાના ઇન્ટરનેટ ડેટાની જરૂરિયાત પૂરી કરવા માટે છે.

જોકે, રિચાર્જ કરતા પહેલાં MyJio એપ અથવા કંપનીના સત્તાવાર રિચાર્જ માધ્યમ પર તમારા નંબર માટે આ પેકની ઉપલબ્ધતા અને પાત્રતા જરૂર તપાસી લેવી. પ્લાનની શરતો અને લાભોમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ વાંચો:Mohammed Shami: યુઝવેન્દ્ર ચહલ બાદ હવે મોહમ્મદ શમીની પણ BJPમાં એન્ટ્રી!, નીતિન નવીન સાથે દિલ્હીમાં મુલાકાત