ભારતીય ક્રિકેટમાં પોતાની ઝડપી બોલિંગથી ઓળખ બનાવનાર મોહમ્મદ શમી હવે રાજકીય ચર્ચામાં આવી ગયો છે. યુઝવેન્દ્ર ચહલ બાદ હવે શમીની પણ ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે નિકટતા વધતી હોવાની ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો અનુસાર, શમીએ દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી.

આ મુલાકાત ભાજપના અલ્પસંખ્યક મોરચાના અધ્યક્ષ કુનવર બાસિત અલીએ કરાવી હોવાનું જણાવાય છે. ગત રાત્રે દિલ્હીમાં નીતિન નવીનની ઓફિસમાં આ બેઠક યોજાઈ હતી. જોકે, મુલાકાત પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. 

શું મોહમ્મદ શમી BJPમાં જોડાશે?

મોહમ્મદ શમી અને નીતિન નવીન વચ્ચે થયેલી મુલાકાત બાદ શમી ભાજપમાં જોડાઈ શકે છે તેવી અટકળો તેજ બની છે. કેટલાક રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ભાજપ શમીને ઉત્તર પ્રદેશની અમરોહા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે.

જોકે, આ માત્ર રાજકીય અટકળો છે. શમી ભાજપમાં જોડાશે કે નહીં અથવા તેને અમરોહાથી ટિકિટ આપવામાં આવશે કે કેમ તે અંગે પક્ષ કે શમી તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

https://x.com/ANI/status/2126970340777816184?a=TGeh5LV86Q5BoeyemYE&s=20


આ પણ વાંચો:Yuzvendra Chahal બાદ હવે મોહમ્મદ શમીની રાજકીય એન્ટ્રીની ચર્ચા! BJP અધ્યક્ષ સાથે મુલાકાતના અહેવાલ