ઘર ખરીદવું એ ઘણા લોકો માટે જીવનનું સૌથી મોટું સ્વપ્ન હોય છે. જોકે, આજકાલ સામાન્ય લોકો માટે ઘર ખરીદવું વધુને વધુ મુશ્કેલ બની રહ્યું છે. ઘરના ભાવ દરરોજ આસમાને પહોંચી રહ્યા છે. ટિયર-૧ અને ટિયર-૨ શહેરોની વાત કરીએ તો, ઘરોના ભાવ કરોડો રૂપિયા સુધી પહોંચી ગયા છે.
આવી સ્થિતિમાં, મોટા ભાગના લોકો ઘર ખરીદવા માટે બેંકોમાંથી હોમ લોનનો સહારો લે છે. જો તમે પણ બેંકમાંથી હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે દેશની મુખ્ય બેંકોના હોમ લોનના વ્યાજ દરો ચોક્કસપણે તપાસી લેવા જોઈએ. જેથી તમને કોઈ આર્થિક નુકસાન ના થાય અને તમે તમારું ઘરનું સપનું પુરુ કરવા બેસ્ટ હોમ લોન લઈ શકો. लोन का चुनाव कर सकें....
1. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) હોમલોન
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIમાં હોમ લોનનો વ્યાજદર લગભગ 7.50%થી શરૂ થાય છે અને ગ્રાહકની પ્રોફાઇલ અને CIBIL સ્કોરના આધારે 10.75%ના વ્યાજદર સુધી બેંક હોમ લોન ઓફર કરે છે. આનો અર્થ એ છે કે તમારો ક્રેડિટ સ્કોર જેટલો સારો હશે એટલો તમારે વ્યાજદર ઓછો ચૂકવવો હશે.
2. બેંક ઓફ બરોડા હોમ લોન
બેંક ઓફ બરોડા તેના ગ્રાહકોને 7.35 ટકાના વ્યાજ દરથી શરૂ થતી હોમ લોન ઓફર કરે છે. ગ્રાહકની ક્રેડિટ પ્રોફાઇલ અને અન્ય શરતોના આધારે વ્યાજ દર બદલાઈ શકે છે.
3. બેંક ઓફ ઈન્ડિયા હોમ લોન
બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકોને 7.35% થી 12.15% સુધીના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. ગ્રાહકની આવક, ક્રેડિટ સ્કોર અને પ્રોફાઇલના આધારે હોમ લોનના વ્યાજ દર બદલાઈ શકે છે.
4. ICICI બેંક હોમ લોન
દેશની જાણીતી ખાનગી બેંક ICICI બેંક તેના ગ્રાહકોને 8.75 ટકાથી 11.80 ટકાના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.
5. HDFC બેંક હોમ લોન
દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક એવી HDFC બેંક તેના ગ્રાહકોને 7.90 ટકાથી 13.20 ટકાના વ્યાજ દરે હોમ લોન આપી રહી છે.
હોમ લોનના વ્યાજદર નક્કી કરવા માટે બેંક ઘણા ફેક્ટર્સ વિચાર કરે છે. જેમ કે તમારો ક્રેડિટ સ્કોર છે. તમારી આર્થિક સ્થિતિ છે. તમારી ઈનકમ કેટલી રેગ્યુલર છે. એટલે કે લોન માટેના તમામ રિસ્ક ફેક્ટર્સ પર વિચાર કરી હોમ લોનના વ્યાજદર બેંક ઓફર કરતી હોય છે.
આ પણ વાંચો: Home Loan થશે હવે વધુ સસ્તી! RBIએ ક્રેડિટ સ્કોરના નિયમોમાં કર્યો ફેરફાર