Personal Loan Interest Rates:

જીવનમાં ઘણી વખત એવો સમય આવે છે જ્યારે લોકોને અચાનક પૈસાની જરૂર પડે છે. આવી પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કેટલાક લોકો ઈમરજન્સી ફંડ બનાવીને રાખે છે. પરંતુ જે લોકોએ ઇમરજન્સી ફંડ બનાવ્યું નથી તેઓ આવી પરિસ્થિતિમાં પર્સનલ લોનની મદદ લે છે. જોકે, પર્સનલ લોનમાં વ્યાજ દર વધારે હોય છે. જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો નાણાકીય નુકસાન ટાળવા માટે તમારે વિવિધ બેંકોના પર્સનલ લોનના વ્યાજ દરોને લઈ થોડું રિસર્ચ કરવું જોઈએ.

તાજેતરમાં, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. આ પછી, ઘણી બેંકોએ તેમના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. ત્યારે ચાલો કેટલીક મોટી બેંકોના પર્સનલ લોન વ્યાજ દરો પર એક નજર કરીએ અને જાણીએ કે કઈ બેંક સૌથી સસ્તી પર્સનલ લોન આપી રહી છે.

1. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) પર્સનલ લોન

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBI, તેના ગ્રાહકોને 10.05 ટકાથી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન ઓફર કરે છે. આ દર ગ્રાહકના CIBIL સ્કોર અને પર્સનલ લોનની રકમના આધારે બદલાઈ શકે છે.

2. બેંક ઓફ બરોડા (BOB) પર્સનલ લોન

બેંક ઓફ બરોડા (BOB) તરફથી પર્સનલ લોનની વાત આવે છે, ત્યારે બેંક તેના ગ્રાહકોને 10.15 ટકાથી શરૂ થતા વ્યાજ દર ઓફર કરે છે. જો કે, આ દર દરેક માટે સમાન નથી. તમારા CIBIL સ્કોર અને તમે કેટલી લોન લઈ રહ્યા છો તેના આધારે વ્યાજ દર બદલાઈ શકે છે.

3. કેનેરા બેંક પર્સનલ લોન

દેશની અગ્રણી જાહેર ક્ષેત્રની બેંક, કેનેરા બેંક તેના ગ્રાહકોને 9.25% થી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. ગ્રાહકના CIBIL સ્કોર અને લોનની રકમના આધારે વ્યાજ દરો બદલાઈ શકે છે. જો તમારો CIBIL સ્કોર સારો હોય, તો બેંક તમારી પાસેથી ઓછું વ્યાજ પણ વસૂલ કરી શકે છે.

4. ICICI બેંક પર્સનલ લોન

દેશની સૌથી મોટી ખાનગી બેંકોમાંની એક ICICI બેંક, 10.45% થી શરૂ થતા વ્યાજ દરે પર્સનલ લોન આપે છે. ICICI બેંક ગ્રાહકના CIBIL સ્કોર અને લોનની રકમના આધારે વ્યાજ દરોને ફેરફાર કરી શકે છે.

5. HDFC બેંક પર્સનલ લોન

HDFC બેંકના પર્સનલ લોનના વ્યાજ દરો વિશે વાત કરીએ તો, બેંક તેના ગ્રાહકોને 10.90 ટકાથી 24 ટકા સુધીના વ્યાજ દરે પર્સનલ લોન પૂરી પાડે છે.

આ પણ વાંચો : Salary Hike: 2026માં કેટલી વધશે તમારી સેલરી?, આ સેક્ટરમાં સૌથી વધારે હાઇકની સંભાવના, જાણો તમારૂં સેક્ટર કેટલા સ્થાને...

  • Follow us on: