હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને રોજિંદી જરૂરિયાતો ઘટાડવા પર અપીલ કરી હતી. ખાસ કરીને એક વર્ષ સુધી ગોલ્ડની ખરીદી ના કરવા સૂચન કર્યું હતું. જેના બાદ સોનાની ખરીદી અને સોનું ના ખરીદવાથી અર્થતંત્ર પર શું અસર થશે તેને લઈને ચર્ચા થવા લાગી છે. સોનાના ભાવ આસમાને પહોંચવા અને વિદેશી હૂંડિયામણ ભંડાર અંગે ચિંતા હોવા છતાં ભારતમાં માંગ મજબૂત રહે છે. એક અહેવાલ મુજબ સોનાની આયાતમાં ભારત વિશ્વમાં મોખરે છે. આખરે ભારતમાં કેટલા મોટા પ્રમાણમાં સોનાની આયાત કરે છે. અને દેશમાં એવા કયા રાજ્યો છે જયાં સોનાની ખરીદી વધુ થાય છે. 

ભારત દર વર્ષે કેટલું સોનું આયાત કરે છે

ભારતનું સોનાનું આયાત બિલ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચી ગયું છે. 2025-26 દરમિયાન તે લગભગ $71.98 બિલિયન સુધી પહોંચ્યું હતું. આ રકમ ₹6 લાખ કરોડથી વધુ છે અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર નોંધપાત્ર દબાણ લાવે છે. ભારત વાર્ષિક આશરે 700 થી 800 ટન સોનાની આયાત કરે છે, જે તેને વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકારોમાંનો એક બનાવે છે. સ્થાનિક ઉત્પાદન ખૂબ ઓછું હોવા સામે દેશમાં તેની માગ વધુ છે. જે રીતે લોકોમાં ગોલ્ડનો ક્રેઝ તે મુજબ જરૂરિયાતો આશરે 90% થી 95% આયાત દ્વારા પૂર્ણ થાય છે.

ભારતના આ રાજ્યોમાં સોનાનો સૌથી વધુ વપરાશ

દેશમાં સોનાનો સૌથી વધુ વપરાશ દક્ષિણ ભારતમાં થાય છે. કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યો માંગમાં આગળ છે. ભારતના કુલ સોનાના વપરાશમાં કેરળ રાજ્ય એકલા આશરે 20% હિસ્સો ધરાવે છે. ભારતમાં સોનાની માંગ વધુ હોવા પાછળ લગ્ન અને તહેવારો સૌથી મોટા પરિબળો છે. ધનતેરસ, અક્ષય તૃતીયા અને લગ્ન દરમિયાન, પરિવારો મોટી માત્રામાં સોનાના દાગીના ખરીદે છે. આજે પણ કેટલાક સમુદાયમાં લગ્ન પ્રસંગે, બાળકના જન્મ સમયે તેમજ શુભ પ્રસંગો પર સોનુ આપવાનો રિવાજ છે. આમ, સામાજિક પરંપરા અને રિતરિવાજના કારણે સોનાનો હંમેશા ક્રેઝ લોકોમાં જોવા મળ્યો છે.

સોનું ખરીદવું ક્રેઝ નહીં આર્થિક ગણિત

ભારતીયોમાં સોનાનો ગાડો ક્રેઝ પાછળ એક ચોક્કસ આર્થિક ગણિત છે. લોકો સોનાને સૌથી સુરક્ષિત રોકાણ વિકલ્પોમાંથી એક માને છે. એટલે જ તેઓ સારા દિવસોમાં શક્ય બને ત્યાં સુધી સોનાની ખરીદી કરતા રહે છે. શેર બજારમાં જયાં હમેશા રોકાણામાં અનિશ્ચિતતાનું વલણ દેખાતું હોય છે. ત્યારે ખાસ કરીને મહિલાઓ સોનું ખરીદવાને સારું રોકાણ માને છે. તેમજ કયારેક નબળી આર્થિક સ્થિતિમાં ખરીદી કરેલ સોનું મોટો લાભ આપે છે. લોકો સોનાની ખરીદી કરવા પાછળ મોટું આર્થિક ગણિત પણ છે.


આ પણ વાંચો : Gold Import Duty Hike: પહેલા કહ્યું સોનું ન ખરીદો, હવે વધારે દીધી ઇમ્પોર્ટ ડ્યુટી, જાણો ફાયદો-નુકસાન