ભારતીય રિઝર્વ બેન્કે પોતાના બેન્ક ગ્રાહકોને એક મોટી ભેટ આપી છે. હવે જો કોઈ બેન્ક એકાઉન્ટ ધારકનું મૃત્યુ થઈ જાય છે તો તેના પરિવારના લોકોને બેન્ક એકાઉન્ટ કે લોકર સાથે જોડાયેલા કામ માટે લાંબ પ્રક્રિયાઓમાંથી પસાર નહીં થવું પડે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 6 ઓગસ્ત 2025એ MPCની બેઠક બાદ આ મોટું પગલું લીધું હોવાની જાણકારી આપી છે.


તેમને કહ્યું કે અમે મૃતક ગ્રાહકોના બેન્ક એકાઉન્ટ અને લોકરમાં મુકેલા સામાનના દાવાને સેટલમેન્ટ કરવાની પ્રક્રિયાને સરળ અને એકસમાન કરવા જઈ રહ્યા છે. તેનાથી કાયદાકીય વારસદારોને સીધો ફાયદો થશે, જે પોતાના નજીકના કે બેન્ક સાથે જોડાયેલા કેસને સોલ્વ કરવા માટે ભાગદોડ કરે છે. અત્યાર સુધીમાં દરેક બેન્કની પોતાની અલગ પ્રક્રિયા હતી, જેના કારણે મુશ્કેલી પડતી હતી. હવે RBIની યોજના છે કે તમામ બેન્ક માટે એક જ પ્રક્રિયા લાગુ થાય, જેથી દરેક ગ્રાહકને એક જેવી સુવિધા મળે.

અત્યારે શું છે નિયમ?

RBIએ 18 ઓગસ્ટ 2021ના એક સર્ક્યુલર જાહેર કર્યો હતો, જેમાં મૃતક ગ્રાહકોના કેસના સેટલમેન્ટ માટે કેટલાક નિયમ બતાવવામાં આવ્યા છે. દરેક બેન્કને તેના માટે પોતાના બોર્ડથી મંજૂર થયેલી એક નીતિ બનાવવી પડે છે, જે ઈન્ડિયન બેન્ક એસોસિએશન અથવા નાબાર્ડના MOP મુજબ હોય. બેન્કને મૃતકના લોકર કે સેફ કસ્ટડીમાં રાખવામાં આવેલા સામાનને નોમિનીને સોંપવા માટે નિયમોનું પાલન કરવાનું હોય છે, જેમાં બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 બેન્કિંગ કંપનીઓ રૂલ્સ 1985 અને ઈન્ડિયન સેક્શન એક્ટની શરત લાગુ હોય છે.

15 દિવસની અંદર ક્લેમ સેટલ કરવો જરૂરી

કેસના સેટલમેન્ટની સમયમર્યાદા પણ નક્કી છે, તમામ દસ્તાવેજ પૂરા થયા બાદ 15 દિવસની અંદર ક્લેમ સેટલ કરવો જરૂરી છે. તેના માટે ડેથ સર્ટિફિકેટ અને વારસદારોની ઓળખની પુષ્ટિ જરૂરી હોય છે. બેન્કને એ પણ સુનિશ્ચિત કરવું પડે છે કે લોકરનો સામાન સાચા વ્યક્તિને જ મળે અને તેના માટે દરેક બેન્ક પોતાના અલગ અલગ દાવા ફોર્મ બનાવે છે. સાથે જ બેન્કને પોતાની કસ્ટમર સર્વિસ કમિટીને સમય સમય પર આ કેસનો રિપોર્ટ આપવો પડે છે, જ્યાં ક્લેમ નક્કી સમયમાં ના સેટલ થાય અને તેમાં કેટલો સમય લાગી શકે છે તે જાણી શકાય અને કોઈ મુશ્કેલી પડી રહી હોય તો તેને દૂર કરવામાં આવી શકે. હાલમાં ઘણી વખત મૃતકના પરિવારજનોને બેન્ક સાથે જોડાયેલા કામમાં વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને ગામડામાં આ પ્રક્રિયા ખુબ જ કંટાળાજનક લાગે છે. દરેક બેન્કની અલગ અલગ પ્રક્રિયા અને દસ્તાવેજોની માગ લોકોને માનસિક અને આર્થિક રીતે પરેશાન કરી દે છે. RBIનો નવો પ્રસ્તાવ દરેક સારી મુશ્કેલીઓને દૂર કરવાની દિશામાં એક મોટું પગલું છે. જો તમામ બેન્કમાં એક જેવી સિસ્ટમ લાગુ થઈ શકે છે, જેનાથી લાખો પરિવારોને મોટી રાહત મળશે.    

  • Follow us on: