ગયા અઠવાડિયે સેન્સેક્સની ટોચની 10 સૌથી વેલ્યુએબલ કંપનીઓમાંથી 7 કંપનીઓના કુલ માર્કેટ વેલ્યુએશનમાં 3,63,412.18 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. જેમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને સૌથી મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ગયા અઠવાડિયે BSE સેન્સેક્સ 2,185.77 પોઈન્ટ અથવા 2.54 ટકા ઘટ્યો. એક તરફ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS), ભારતી એરટેલ, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના માર્કેટ કેપમાં ઘટાડો થયો. બીજી તરફ, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને હિન્દુસ્તાન યુનિલિવર નફામાં રહ્યા.
બજાજ ફાઈનાન્સના માર્કેટ કેપમાં થયો ઘટાડો
ગયા અઠવાડિયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ₹158,532.91 કરોડ ઘટીને ₹1996,445.69 કરોડ થયું. HDFC બેન્કનું માર્કેટ કેપ ₹96,153.61 કરોડ ઘટીને ₹1444,150.26 કરોડ થયું. એ જ રીતે, ભારતી એરટેલનું માર્કેટ કેપ ₹45,274.72 કરોડ ઘટીને ₹11,55,987.81 કરોડ, બજાજ ફાઈનાન્સનું માર્કેટ કેપ ₹18,729.68 કરોડ ઘટીને ₹5,97,700.75 કરોડ, લાર્સન એન્ડ ટુબ્રોનું માર્કેટ કેપ ₹18,728.53 કરોડ ઘટીને ₹5,53,912.03 કરોડ, TCSનું માર્કેટ કેપ ₹15,232.14 કરોડ ઘટીને ₹11,60,682.48 કરોડ અને ઈન્ફોસિસનું માર્કેટ કેપ ₹10,760.59 કરોડ ઘટીને ₹6,70,875 કરોડ થયું.
SBIની શું છે સ્થિતિ?
તેનાથી વિપરીત ICICI બેન્કનું માર્કેટ કેપ 34,901.81 કરોડ રૂપિયા વધીને 10,03,674.95 કરોડ રૂપિયા, હિન્દુસ્તાન યુનિલિવરનું માર્કેટ કેપ 6,097.19 કરોડ રૂપિયા વધીને 5,57,734.23 કરોડ રૂપિયા અને સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનું માર્કેટ કેપ 599.99 કરોડ રૂપિયા વધીને 9,23,061.76 કરોડ રૂપિયા થયું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સેન્સેક્સમાં સૌથી મૂલ્યવાન કંપની રહી. ત્યારબાદ HDFC બેન્ક, TCS, ભારતી એરટેલ, ICICI બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ફોસિસ, બજાજ ફાઈનાન્સ, હિન્દુસ્તાન યુનિલિવર અને લાર્સન એન્ડ ટુબ્રોનો સમાવેશ થાય છે.
આ નવી કંપનીઓ માર્કેટમાં થશે લિસ્ટેડ
નવા સપ્તાહમાં ગેબિયન ટેક્નોલોજીસના શેર 13 જાન્યુઆરીએ BSE SME પર લિસ્ટેડ થશે. વિક્ટરી ઈલેક્ટ્રિક વ્હીકલ્સ અને યજુર ફાઈબર્સ 14 જાન્યુઆરીએ BSE SME પર લિસ્ટેડ થવાની ધારણા છે. ભારત કોકિંગ કોલના શેર 16 જાન્યુઆરીએ BSE અને NSE પર ડેબ્યૂ થવાની આશા છે. ડિફ્રેઈલ ટેક્નોલોજીસના શેર પણ તે જ દિવસે BSE SME પર લિસ્ટેડ થવાની શક્યતા છે.
આ પણ વાંચો: NSEનો આઈપીઓ આવશે ટુંક સમયમાં, આ મહિને મળી શકે છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ
ડિસ્કલેમર- આ માહિતી માત્ર તમારી જાણકારી માટે છે. શેરબજારમાં કે અન્ય કોઈ જગ્યા પર રોકાણ કરતા પહેલા તમારા ફાયનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લેવી.