ઇ-કોમર્સ પ્લેટફોર્મ મીશો લિમિટેડે શેરબજારમાં પ્રવેશ કર્યો છે. બુધવારે એટલે કે 10 ડિસેમ્બરે Meeso IPO બીએસઇ અને એનએસઇ ઇન્ડેક્સ પર લિસ્ટ થયો છે. આ શેર્સની લિસ્ટિંગ આશા કરતા વધારે રહી છે અને 111 રૂપિયા વાળા શેરને 162 રૂપિયા ઉપર માર્કેટ ડેબ્યુ કરી રહ્યુ છે.આ 46% પ્રીમિયમ દર્શાવે છે, જે ગ્રે માર્કેટમાં જોવા મળેલા ઉછાળા કરતાં પણ વધારે છે. આ ઇશ્યૂ ૩ ડિસેમ્બરે સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો અને ૫ ડિસેમ્બરે બંધ થયો હતો. તેને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
દમદાર લિસ્ટિંગ સાથે માર્કેટમાં એન્ટ્રી
Meesho Share એ શેર માર્કેટમાં દમદાર લિસ્ટિંગ સાથે એન્ટ્રી કરી છે. બુધવારે તેનુ લિસ્ટિંગ થતા જ મીશોના રોકાણકારોને મોજ પડી ગઇ છે. બુધવારે મીશોનો આઇપીઓ નેશનલ સ્ટોક એક્સેચેન્જ એટલે કે NSE પર 162.50 રૂપિયા પર લિસ્ટ કરી રહ્યો હતો. જે 46.40% નો વધારો દર્શાવે છે. તો બીજી તરફ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એટલે કે BSE પર મીશોના શેરની પ્રાઇઝ 45.23% વધારે 161.29 રૂપિયા પર લિસ્ટ થયો છે.













