અદાણી ગ્રુપના શેરોમાં છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળેલી તેજી પાછળ મ્યુચ્યુઅલ ફંડ્સની ભારે ખરીદી મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ ફંડ મેનેજર્સે આ મહિને અદાણી ગ્રુપના કુલ સાત સ્ટોક્સમાં અંદાજે રૂપિયા 3,122 કરોડનું મોટું રોકાણ કર્યું છે, જેના કારણે બજારમાં આ શેરોમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે.

આ કંપનીઓમાં કર્યું રોકાણ

મળતી માહિતી મુજબ મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી પાવર લિમિટેડ, અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ, અદાણી પોર્ટસ એન્ડ એસઈઝેડ, એસીસી લિમિટેડ, અંબુજા સિમેન્ટ, સાંઘી ઈન્ડસ્ટ્રીઝ, અને અદાણી ટોટલ ગેસ લિમિટેડમાં ભારે ખરીદી કરી છે. રિપોર્ટ મુજબ માત્ર માર્ચ મહિનામાં જ મ્યુચ્યુઅલ ફંડ્સે અદાણી એન્ટરપ્રાઈઝમાં રૂપિયા 1,695 કરોડથી વધુનું રોકાણ કર્યું, જેના કારણે તેની ભાગીદારી 2.16%થી વધીને 2.84% થઈ ગઈ છે. અદાણી ગ્રીન એનર્જીમાં પણ રૂપિયા 723 કરોડથી વધુની ખરીદી થઈ છે અને તેની હિસ્સેદારીમાં વધારો નોંધાયો છે.

ACCમાં પણ નોંધપાત્ર રોકાણ થયું

અદાણી પાવરમાં રૂપિયા 374 કરોડથી વધુની નેટ ખરીદી જોવા મળી છે, જ્યારે અંબુજા સિમેન્ટ અને ACCમાં પણ નોંધપાત્ર રોકાણ થયું છે. અદાણી ટોટલ ગેસ અને સાંઘી ઇન્ડસ્ટ્રીઝમાં પણ મ્યુચ્યુઅલ ફંડ્સની ખરીદી ચાલુ રહી છે. બજાર નિષ્ણાતોના મતે આ ભારે સંસ્થાગત રોકાણને કારણે અદાણી ગ્રુપના શેરોમાં મજબૂત સપોર્ટ મળ્યો છે અને આગામી સમયમાં પણ વોલેટિલિટી વચ્ચે તેજીનો ટ્રેન્ડ જળવાઈ રહી શકે છે.

આ પણ વાંચો : Business News : માર્ચ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડમાં 40,450 કરોડનું થયું રોકાણ, આ સ્કીમમાં લાગ્યા સૌથી વધારે પૈસા

 ડિસ્કલેમર: શેરબજારમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ અવશ્ય લો.