2025નું વર્ષ Labour કાયદાઓ માટે ઐતિહાસિક સાબિત થયું છે. કેન્દ્ર સરકારે જૂના 28 Labour કાયદાઓને રદ કરીને માત્ર ચાર Labour સંહિતાઓ અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. આ ચાર સંહિતાઓમાં વેતન સંહિતા, ઔદ્યોગિક સંબંધો સંહિતા, સામાજિક સુરક્ષા સંહિતા અને વ્યવસાયિક સલામતી તથા આરોગ્ય સંહિતા સામેલ છે. 21 નવેમ્બર, 2025થી આ કાયદાઓ અમલમાં આવવાનો છે અને નવા વર્ષમાં તેના નિયમો સંપૂર્ણ રીતે લાગુ થવાની શક્યતા છે.

31 ડિસેમ્બરે આ કાયદો ડ્રાફ્ટ

Labour અને રોજગાર મંત્રાલયે 31 ડિસેમ્બરે આ ચારેય સંહિતાઓના ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે જાહેર થયાની તારીખથી 30થી 45 દિવસની અંદર કર્મચારીઓ, નોકરીદાતાઓ અને અન્ય હિસ્સેદારો પોતાના સૂચનો અને વાંધા આપી શકે છે. આ પરામર્શ પછી અંતિમ નિયમો જાહેર કરવામાં આવશે.

પગારની નવી ગણતરી કેવી રીતે થશે?

નવા નિયમો મુજબ સરકાર પહેલા એક દિવસનું લઘુત્તમ વેતન નક્કી કરશે. પછી એ જ રકમના આધારે એક કલાકનો પગાર અને માસિક પગાર ગણવામાં આવશે. એટલે હવે પગાર નક્કી કરવાની પદ્ધતિ એકસરખી અને સ્પષ્ટ રહેશે. આ દૈનિક વેતન નક્કી કરતી વખતે સરકાર વિચાર કરશે કે એક સામાન્ય કામદારના પરિવારને જીવવા માટે શું-શું જરૂરી છે. જેમ કે ખોરાક, કપડાં, ઘરનું ભાડું, બાળકોનું શિક્ષણ, સારવારનો ખર્ચ અને રોજિંદી અન્ય જરૂરિયાતો. આ બધાનો સરવાળો કરીને વેતન નક્કી થશે. સૌથી મહત્વની વાત એ છે કે કેન્દ્ર સરકાર આખા દેશ માટે એક રાષ્ટ્રીય લઘુત્તમ વેતન નક્કી કરશે. કોઈપણ રાજ્ય સરકાર તેનાથી ઓછું વેતન નક્કી કરી શકશે નહીં. એટલે કામદારોને ઓછામાં ઓછું એક નિશ્ચિત વેતન તો જરૂર મળશે, ભલે તેઓ કોઈ પણ રાજ્યમાં કામ કરતા હોય.

કામના કલાકો અને રાત્રિ શિફ્ટ

મહત્તમ કામકાજ સપ્તાહ 48 કલાકનો રહેશે અને એક દિવસનો ધોરણ 8 કલાકનો ગણાશે. રાત્રિ શિફ્ટ માટે અલગ રીતે વેતનની ગણતરી થશે. મહિલાઓને સંમતિ અને સુરક્ષા વ્યવસ્થાઓ સાથે રાત્રિ શિફ્ટમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જે ઉત્પાદન, સર્વિસ અને IT ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ છે.

સમયસર પગાર અને કપાત પર નિયંત્રણ

નવા કાયદા મુજબ પગાર સમયસર ચૂકવવો ફરજિયાત રહેશે. કોઈપણ પગાર સમયગાળામાં કુલ કપાત પગારના 50%થી વધુ નહીં થઈ શકે. જો ભથ્થાં આ મર્યાદા કરતાં વધારે હશે, તો વધારાની રકમ આપમેળે પગારમાં ઉમેરાશે. પગાર કાપ કરતા પહેલા કર્મચારીને જાણ કરવી અને તેને પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવી જરૂરી રહેશે.

ગિગ અને કોન્ટ્રાક્ટ કામદારોને લાભ

આ કાયદા હેઠળ ગિગ અને પ્લેટફોર્મ કામદારોને પહેલીવાર કાનૂની માન્યતા મળશે. તેમને PF, વીમો અને પેન્શન જેવા સામાજિક સુરક્ષા લાભો મળશે. અનૌપચારિક, કોન્ટ્રાક્ટ અને ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ વચ્ચેનો ભેદ પણ દૂર કરવામાં આવ્યો છે. હવે ગ્રેચ્યુઇટી માટે 5 વર્ષ રાહ જોવાની જરૂર નથી. એક વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી પણ ગ્રેચ્યુઇટી મળવા પાત્ર બનશે. ફિક્સ્ડ-ટર્મ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ આ લાભ મળશે, જેનાથી તેમની આવક સુરક્ષા વધશે.એટલે નવો Labour કોડ કર્મચારીઓ માટે વધુ પારદર્શિતા, સુરક્ષા અને સમાનતા લાવવાનો પ્રયાસ છે. આગામી 45 દિવસમાં મળનારા સૂચનોના આધારે અંતિમ નિયમો વધુ સ્પષ્ટ બનશે.

આ પણ વાંચો : Auto News: 2026થી આ 5 મોટી કંપનીઓની ગાડીઓ થઈ ગઈ મોંઘી!