રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યા પછી સોમવારે શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન One 97 કોમ્યુનિકેશન્સના શેરમાં ભારે ઘટાડો થયો હતો. આ પગલાથી કંપનીની બેંકિંગ શાખાના સંભવિત પુનરુત્થાનની બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. પેટીએમના શેર ₹1,077 પર ટ્રેડ થઈ રહ્યા હતા, જે દિવસના નીચા ભાવથી 8 ટકા નીચે છે.


આરબીઆઇએ શું લીધા પગલા ? 

આ ઘટાડો ત્યારે આવ્યો જ્યારે રોકાણકારોએ પેટીએમ પેમેન્ટ્સ બેંક વિરુદ્ધ રેગ્યુલેટરી પગલા પર પ્રતિક્રિયા આપી. પે ટીએમ પેમેન્ટસ બેંક પર જાન્યુઆરી 2024થી જ અનેક કડક પ્રતિબંધો લગાડવામાં આવ્યા હતા. પહેલાની કાર્યવાહીથી નવી ડિપોઝિટ પર રોક લાગી ગઇ હતી અને બેંકને ધીરે ધીરે પોતાનું કામકાજ સમેટી લેવુ પડ્યું હતું. પરંત હવે આરબીઆઇના આ નવા નિર્ણયથી બેંકની જેમ કામ કરવાની તેની ક્ષમતા સંપૂર્ણ રીતે ખતમ થઇ ગઇ.

એક સ્ટેટમેન્ટમાં કંપનીએ કહ્યું કે આનાથી ડેવલપમેન્ટની તેની  કમાણી પર કોઇ ખાસ અસર નહીં પડે. કારણ કે પેમેન્ટ બેંકનો કારોબાર પહેલેથી જ લગભગ બંધ થઇ ગયો હતો અને તેના કામકાજને એક પાર્ટનર આધારિત મોડલમાં ફેરવી દીધુ હતું

પેટીએમ પર  Goldman Sachsનો અભિપ્રાય 

ઇટીના એક અહેવાલમાં Goldman Sachsએ પેટીએમના શેર પર તેનું 'બાય' રેટિંગ જાળવી રાખ્યું છે પરંતુ તેનો લક્ષ્ય ભાવ ₹1,470 થી ઘટાડીને ₹1,400 પ્રતિ શેર કર્યો છે. આ સુધારેલ લક્ષ્ય ભાવ સ્ટોકના અગાઉના બંધ ભાવથી આશરે 31% ની સંભવિત વૃદ્ધિ સૂચવે છે.

આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મે જણાવ્યું હતું કે તે આરબીઆઈ દ્વારા પેટીએમના સહયોગી એન્ટિટીના બેંકિંગ લાઇસન્સ રદ કરવાના નિર્ણયને વધુ એક નકારાત્મક વિકાસ તરીકે જુએ છે. જોકે રિપોર્ટ અનુસાર, આની પેટીએમ પર કોઈ સીધી નાણાકીય અસર થવાની અપેક્ષા નથી.

ફર્મે નોંધ્યું હતું કે પ્રાથમિક જોખમ ગ્રાહક અથવા વેપારી વિશ્વાસ પર સંભવિત અસરમાં રહેલું છે. Goldman Sachsએ વધુમાં ઉમેર્યું હતું કે જ્યારે આ નજીકના ગાળામાં સ્ટોક પર દબાણ લાવી શકે છે, ત્યારે પેટીએમના મુખ્ય વ્યવસાયની ગતિ અકબંધ રહે છે.

આ પણ વાંચો- હાથમાં કેમેરો અને બોટમાં સવારી..જુઓ હુગલી નૌકાવિહારમાં PM Modiનો અંદાજ


  • Follow us on: