આજે, 1 નવેમ્બર, 2026 ના રોજ દેશની સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા પેટ્રોલ અને ડીઝલના નવા દરો જાહેર કરવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં સતત વધઘટ જોવા મળી રહી હોવા છતાં, સ્થાનિક સ્તરે ઇંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. રાજ્ય માલિકીની ઓઇલ કંપનીઓ દરરોજ સવારે ૬ વાગ્યે નવા ભાવ અપડેટ કરે છે. આજે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના દરો સંપૂર્ણપણે સ્થિર રહ્યા છે, જેના કારણે દિલ્હીથી લઈને પટના સુધીના વાહનચાલકોને આજે પણ જૂના ભાવે જ ઇંધણ મળશે.
પેટ્રોલના ભાવમાં કોઇ વધઘટ નહીં
દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લો સુધારો 25 મે, 2026ના રોજ કરવામાં આવ્યો હતો. તે સમયે પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં થયેલા તીવ્ર ઉછાળાના કારણે તેલ કંપનીઓએ કિંમતો વધારી હતી. 25 મેના રોજ કરવામાં આવેલા આ વધારામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ₹2.61 અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ₹2.71 વધારો કરવામાં આવ્યો હતો. ત્યારપછીથી અત્યાર સુધી તેલ કંપનીઓ દ્વારા ભાવ યથાવત રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારામાંથી રાહત મળી છે.
મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ
દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર
આજના ડીઝલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
જયપુર: ₹98.55 પ્રતિ લિટર
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.04 | ₹98.15 |
| રાજકોટ | ₹101.85 | ₹97.99 |
| સુરત | ₹101.82 | ₹97.95 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| ભાવનગર | ₹103.41 | ₹99.53 |
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?
જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચોઃ France Protest: મેક્રોન સરકાર સામે જનઆક્રોશ, 3.20 લાખ લોકો રસ્તા પર, 10 હજાર કરોડનું નુકસાન