આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી અસ્થિરતાની સીધી અસર હવે ભારતીય પેટ્રોલિયમ બજાર પર જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના વૈશ્વિક ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધ્યું છે, પરિણામે મે મહિનાના અંતથી ઈંધણના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. 5 જૂન, 2026 ના રોજ થયેલા ભાવ વધારા બાદ સામાન્ય નાગરિકોના ખિસ્સા પર મોટો બોજ પડ્યો છે.

દેશના મુખ્ય શહેરોમાં 5 જૂન, 2026 ના લેટેસ્ટ ભાવ

5 જૂન, 2026 ના રોજ જાહેર થયેલા આંકડાઓ મુજબ દેશના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે:

શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)

નવી દિલ્હી ₹102.12 ₹95.20

મુંબઈ ₹111.21 ₹97.83

કોલકાતા ₹113.51 ₹99.82

ચેન્નાઈ ₹107.77 ₹99.58

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (5 જૂન, 2026)


શહેર પેટ્રોલ (₹/લિટર) ડીઝલ (₹/લિટર)
અમદાવાદ ₹101.80 ₹97.92
ગાંધીનગર  ₹102.28₹98.40
રાજકોટ  ₹101.66₹97.79
સુરત ₹101.68 ₹98.79
વડોદરા  ₹101.92₹98.04

શું આગામી સમયમાં સ્થિતિ વધુ ગંભીર બની શકે?

બજારના નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો વૈશ્વિક ભૌગોલિક-રાજકીય તણાવમાં ઘટાડો નહીં થાય, તો જૂન મહિનામાં ભાવમાં વધુ વધારો જોવા મળી શકે છે. પરિવહન ખર્ચમાં સતત વધારો થવાને કારણે આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. સરકારે જોકે ખાતરી આપી છે કે રિફાઈનરીઓ ઉચ્ચ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને ઇંધણનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

તમારા શહેરના ભાવ આ રીતે જાણો:

તમે નીચે મુજબની રીત અપનાવીને તમારા શહેરના લેટેસ્ટ ભાવ જાણી શકો છો:

IOCL: RSP <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર SMS કરો.

HPCL: HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર SMS કરો.

BPCL: RSP <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ EDની તપાસ વચ્ચે Myntraને મળી મોટી રાહત, RBIએ આ રીતે ઉકેલ્યો કેસ