વૈશ્વિક બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવા છતાં દેશમાં ઇંધણના ભાવ યથાવત રહ્યા છે. ગયા મહિને $117 પ્રતિ બેરલે પહોંચેલું બ્રેન્ટ ક્રૂડ ઘટીને $98.32 થયું છે. સરકારી તેલ કંપનીઓએ 8 નવેમ્બરે પેટ્રોલ અને ડીઝલના દરો સ્થિર રાખ્યા છે, જેથી સ્થાનિક ગ્રાહકોને ભાવ ઘટાડાનો સીધો લાભ હજુ મળ્યો નથી.

પેટ્રોલ ડીઝલના રેટ રખાયા સ્થિર

ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું આયાતી તેલ ખરીદે છે, તેથી બ્રેન્ટ ક્રૂડ $100 ની નીચે આવવું એ દેશના અર્થતંત્ર માટે આશ્વાસનરૂપ છે. કાચા તેલમાં ઘટાડાથી ભારતનું આયાત બિલ ઘટશે અને ફુગાવો નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. આ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક મંદી વચ્ચે ક્રૂડના ઘટતા ભાવ આર્થિક સ્થિરતા માટે ખૂબ મહત્વના સાબિત થશે.

મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ

દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર

મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર

કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર

ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર

લખનૌ: ₹113.81 પ્રતિ લિટર

હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર

મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર

કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર

નોઈડા: ₹95.55 પ્રતિ લિટર

જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 


શહેર  પેટ્રોલ/પ્રતિ લીટરડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ  ₹102.15₹98.27 
ગાંધીનગર    ₹102.04₹98.15 
રાજકોટ 
₹101.85 ₹97.99
સુરત  ₹101.82 ₹97.95  
વડોદરા  
₹101.46 ₹97.57
ભાવનગર  ₹103.41₹99.53
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ Israel માં નેતન્યાહૂની ખુરશી સંકટમાં! શું 19 વર્ષ જૂના શાસનનો આવશે અંત....?