આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ (કચું તેલ) ના ભાવમાં અચાનક મોટો કડાકો નોંધાયો છે. છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન ક્રૂડ ઓઇલના ભાવમાં આશરે 9% જેટલો તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ ઘટે તે ભારત જેવા આયાત પર નિર્ભર દેશો માટે અત્યંત આશ્વાસનદાયક સમાચાર છે. ભારતમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા હોવાના કારણે સામાન્ય જનતા અને અર્થતંત્ર પર મોંઘવારીનો દબાવ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી, પરંતુ હાલમાં મળેલા આ ઘટાડાથી સરકારી અને જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓને મોટી રાહત મળી છે.

બ્રેન્ટ ક્રૂડના ભાવમાં ઘટાડાનું મુખ્ય કારણ

છેલ્લા મહિનામાં બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ વધતો વધીને પ્રતિ બેરલ $117 સુધી પહોંચી ગયો હતો. જોકે, 3 નવેમ્બરના રોજ તે ઘટીને $104.54 પ્રતિ બેરલના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેલ બજારના નિષ્ણાતોના જણાવ્યા મુજબ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં સમાધાન અને તણાવ હળવો થવાની શક્યતાઓને કારણે આ ઘટાડો આવ્યો છે. આ રાજકીય સ્થિરતાના સંકેતોથી વૈશ્વિક તેલ બજારમાં અસ્થિરતા ઓછી થઈ છે. ભારત પોતાની કુલ તેલ જરૂરિયાતનો લગભગ 85% ભાગ વિદેશોમાંથી આયાત કરે છે, જેથી વૈશ્વિક ક્રૂડમાં થતો થોડો પણ ઘટાડો દેશની આયાત બિલમાં કરોડો રૂપિયાની બચત કરાવી શકે છે.

મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ

દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર

મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર

કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર

ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર

લખનૌ: ₹113.81 પ્રતિ લિટર

હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર

આજના ડીઝલના લેટેસ્ટ ભાવ

દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર

મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર

કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર

ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર

નોઈડા: ₹95.55 પ્રતિ લિટર

જયપુર: ₹98.55 પ્રતિ લિટર

ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ 

શહેર  પેટ્રોલ/પ્રતિ લીટરડીઝલ/ પ્રતિ લીટર 
અમદાવાદ₹102.15 ₹98.27 
ગાંધીનગર  ₹102.04₹98.15  
રાજકોટ ₹101.85 ₹97.99
સુરત   ₹101.82₹97.95 
વડોદરા  ₹101.46 ₹97.57
ભાવનગર  ₹103.41₹99.53
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?

જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:

IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.

HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.

BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.

આ પણ વાંચોઃ Russia નો યુક્રેનના અનેક સ્થળોએ ભીષણ હુમલો, કાટમાળ નીચે ફસાયા લોકો, 26 લોકોના મોત