2020 પછીના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ $98 ની નીચે સરક્યું. મધ્ય પૂર્વમાં થયેલા નવા હુમલાઓ અને બીજી તરફ અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની શક્યતાઓ વચ્ચે, ક્રૂડ ઓઈલમાં એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો છે. બ્રેન્ટ ફ્યુચર્સ $98 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે, જ્યારે WTI (વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ) $90 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ક્રૂડ નીચે આવતા પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાની શક્યતા સેવાઇ રહી છે. જ્યારે અઠવાડિયાની શરૂઆતમાં એટલે કે સોમવારે 9 નવેમ્બરે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર જોવા મળ્યો નથી.
પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો
સોમવારે તેલના ભાવમાં ઘટાડો ચાલુ રહ્યો. એપ્રિલ 2020 પછીના સૌથી મોટા સાપ્તાહિક ઘટાડા બાદ બ્રેન્ટ ક્રૂડ $98 પ્રતિ બેરલની નીચે સરકી ગયું છે. અમેરિકા-ઈરાન સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયાસો અંગે વોશિંગ્ટન તરફથી મળતા વિરોધાભાસી સંકેતોનું વેપારીઓ મૂલ્યાંકન કરી રહ્યા છે, જ્યારે મધ્ય પૂર્વમાં થયેલા નવા હુમલાઓને કારણે પુરવઠાને લગતા જોખમો ચર્ચાના કેન્દ્રમાં છે. ઓક્ટોબરના અંતમાં તેલના ભાવ છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ ત્યાંથી તેમાં ઘટાડો જોવા મળ્યો છે. તેનું કારણ અમેરિકાની મિડટર્મ ચૂંટણીના પરિણામો છે, જેનાથી એવી અપેક્ષા જાગી છે કે આ સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ ધારણ નહીં કરે.
હોર્મુઝ ખૂલવાની શક્યતા
મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને બે દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ જણાવ્યું છે કે જો અમેરિકા તમામ મોરચે યુદ્ધના અંત માટેની તેમની શરતો સ્વીકારે છે, તો તેઓ 48 કલાકની અંદર હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલી દેશે.એટલે કે ઓઇલની અવર જવર થવા લાગશે, હોર્મુઝ ખૂલતાની સાથે પેટ્રોલ ડીઝલના ભાવ પણ ઘટવાની શક્યતા જોવાઇ રહી છે.
મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ
દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર
આજના ડીઝલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
જયપુર: ₹98.55 પ્રતિ લિટર
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.04 | ₹98.15 |
| રાજકોટ | ₹101.59 | ₹97.72 |
| સુરત | ₹101.82 | ₹97.95 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| ભાવનગર | ₹103.05 | ₹99.17 |
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?
જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચોઃ Iran નું અમેરિકાને 48 કલાકનું અલ્ટીમેટમ, શરતો સ્વીકારો અને ખોલી દેવાશે હોર્મુઝ સ્ટ્રેટ