આંતરરાષ્ટ્રીય બજારમાં પરિસ્થિતિ ગંભીર બની રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડની કિંમતો હવે $૧૧૫ પ્રતિ બેરલની સપાટી વટાવી ચૂકી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલી નાકાબંધીના કારણે તેલના પુરવઠામાં વિક્ષેપ પડવાની ભીતિએ વૈશ્વિક બજારમાં ગભરાટ ફેલાવ્યો છે. જોકે, ભારતીય તેલ કંપનીઓએ રવિવાર હોવા છતાં કિંમતોમાં બહુ મોટો ફેરફાર કર્યો નથી, જે સામાન્ય જનતા માટે રાહતના સમાચાર છે.

દેશના મહાનગરોની સ્થિતિ

નવી દિલ્હી: પેટ્રોલ ₹94.92 | ડીઝલ ₹87.82

મુંબઈ: પેટ્રોલ ₹103.74 | ડીઝલ ₹90.23

કોલકાતા: પેટ્રોલ ₹105.65 | ડીઝલ ₹92.25

ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના ભાવ (3 મે, 2026)


શહેર  પેટ્રોલ (₹/લિટર)ડીઝલ (₹/લિટર)
અમદાવાદ₹94.72₹90.20
રાજકોટ ₹95.25₹90.74
સુરત  ₹94.61₹90.19
વડોદરા  ₹94.65₹90.09
ગાંધીનગર  ₹95.02₹90.48
ભાવનગર 
 ₹96.18₹91.88

નિષ્ણાતોનો મત: શું ભાવ વધશે?

હવામાન અને ભૌગોલિક રાજકીય સ્થિતિને જોતા નિષ્ણાતો માને છે કે જો ઈરાન અને અમેરિકા વચ્ચેનો સંઘર્ષ આગામી અઠવાડિયામાં શાંત નહીં થાય, તો ભારતમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર દબાણ વધશે. આ સંજોગોમાં મે મહિનાના મધ્ય સુધીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹૪ થી ₹૭ સુધીનો વધારો ઝીંકવામાં આવી શકે છે.

ઘરબેઠા ભાવ જાણવાની રીત

તમે તમારા મોબાઈલથી એક SMS કરીને પણ તાજા ભાવ જાણી શકો છો:

IOCL: 'RSP <સેન્ટર કોડ>' લખી 92249 92249 પર મોકલો.

HPCL: 'HPPRICE <સેન્ટર કોડ>' લખી 92222 01122 પર મોકલો.

BPCL: 'RSP <સેન્ટર કોડ>' લખી 92231 12222 પર મોકલો.

આ પણ વાંચોઃ ETF Investment : નાણાકીય વર્ષ 26માં ETFમાં થયું રેકોર્ડબ્રેક રોકાણ, જાણો આંકડો