આજે 24 જુલાઈ, 2026 ના રોજ વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની કિંમતોમાં અસ્થિરતા વચ્ચે ભારતીય ઈંધણ બજારમાં રાહતના સમાચાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થતી હિલચાલ છતાં, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જળવાઈ રહ્યા છે.
વૈશ્વિક પરિબળો અને રાહતની આશા
અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ તેમજ હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ પ્રવૃત્તિઓને લઈને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ ફરી એકવાર 100 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચ્યા છે. તેમ છતાં, સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા ગ્રાહકોને રાહત આપતા દેશમાં ઈંધણના ભાવમાં કોઈ મોટો વધારો કરવામાં આવ્યો નથી. સરકારી રિફાઈનરીઓમાં પૂરતો સ્ટોક ઉપલબ્ધ હોવાથી સામાન્ય જનતાને અછતનો સામનો કરવો પડી રહ્યો નથી.
આજના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવ (₹/લિટર)
શહેર પેટ્રોલ ડીઝલ
નવી દિલ્હી ₹102.12 ₹95.20
મુંબઈ ₹111.21 ₹97.83
કોલકાતા ₹113.51 ₹99.82
ચેન્નાઈ ₹107.76 ₹99.55
ગુજરાતના મોટા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
| શહેર | પેટ્રોલ | ડીઝલ |
| અમદાવાદ | ₹102.15 | ₹97.92 |
| ગાંધીનગર | ₹102.96 | ₹98.08 |
| રાજકોટ | ₹101.56 | ₹97.69 |
| સુરત | ₹102.06 | ₹98.19 |
| વડોદરા | ₹101.84 | ₹97.96 |
તમારા શહેરના ભાવ કેવી રીતે તપાસશો?
તમે ઘર બેઠા SMS દ્વારા તમારા મોબાઈલ પર જ તમારા શહેરના તાજા ઈંધણના ભાવ જાણી શકો છો:
IOCL: RSP <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર મોકલો.
HPCL: HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર મોકલો.
BPCL: RSP <સ્પેস> <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર મોકલો.
આ પણ વાંચોઃ Sonam Wangchuk 26 દિવસ બાદ ઉપવાસ તોડ્યા, સરકારે સ્વીકારી 3 શરતો