સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સરકાર તરફથી ત્રણ મહત્વપૂર્ણ મુદ્દે લેખિત ખાતરી મળ્યા બાદ પોતાના 26 દિવસના લાંબા ઉપવાસનો અંત લાવ્યો છે. સરકારે ખાતરી આપી છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ જ કાનૂની કાર્યવાહી કરવામાં નહીં આવે, પેપર લીક પીડિતોના પરિવારોને યોગ્ય વળતર અપાશે અને સંસદમાં NEET તેમજ પરીક્ષા સુધારા અંગે વિશેષ ચર્ચા કરાશે.

સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા

દેશભરમાં NEET પેપર લીકને લઈને યુવાનોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા સતત વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ ગતિસશીલ ઘટનાક્રમ વચ્ચે સરકારે હરકતમાં આવીને ગુરુવારે સવારથી મોડી રાત સુધી અનેક મોટા નિર્ણયો લીધા હતા. આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોનમ વાંગચુકે ઉપવાસના 26મા દિવસે રાત્રે આશરે 12:30 વાગ્યે પારણાં કર્યા હતા.
https://twitter.com/ANI/status/2080459510129598592

સરકારે વિદ્યાર્થીઓની ત્રણ માંગણીઓ સ્વીકારી

સોનમ વાંગચુકે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, જીતેન્દ્ર સિંહ અને લદ્દાખ સર્વોચ્ચ સંસ્થાના નેતાઓએ તેમની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત, વિવિધ પક્ષોના આશરે 65 સાંસદોએ પણ તેમને ઉપવાસ સમેટવા માટે અપીલ કરતો પત્ર લખ્યો હતો. મંત્રીઓ અને સાંસદોએ ખાતરી આપી હતી કે દેશની પરીક્ષા પ્રણાલી અને પેપર લીક મામલે સંસદમાં ગંભીર ચર્ચા કરવામાં આવશે.

સરકાર સાથે વાતચીત બાદ તોડ્યા ઉપવાસ

સરકાર સાથે છેલ્લા બે દિવસથી સતત વાતચીત ચાલી રહી હતી. સોનમ વાંગચુક લેખિત ખાતરી પર અડગ હોવાથી તેમને વધુ બે દિવસ ઉપવાસ ચાલુ રાખવા પડ્યા હતા. અંતે, સરકારે ત્રણ મુખ્ય માંગણીઓ સ્વીકારી લેતા તેમણે ઉપવાસ સમાપ્ત કરવાનો નિર્ણય લીધો હતો.

સરકારની ત્રણ મુખ્ય લેખિત શરતો:

કોઈ કાનૂની કાર્યવાહી નહીં: 20 જુલાઈએ જંતર-મંતર પર પ્રદર્શન કે સંસદ કૂચમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ સામે કોઈ એફઆઈઆર કે કેસ નોંધવામાં નહીં આવે.

પીડિતોને વળતર: પેપર લીક કાંડમાં જીવ ગુમાવનાર 20થી વધુ વિદ્યાર્થીઓના પરિવારોને સરકાર દ્વારા આર્થિક વળતર આપવામાં આવશે.

સંસદીય ચર્ચા: સંસદમાં સમગ્ર પરીક્ષા પ્રણાલીની વિગતવાર સમીક્ષા કરી ભવિષ્યમાં આવા બનાવો અટકાવવા કડક સુધારા લાવવામાં આવશે.

શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અંગે વાંગચુકે સ્પષ્ટતા કરી કે સરકારે આ મામલે કોઈ ખાતરી આપી નથી. જીવન જોખમમાં નાખવા કરતાં સંઘર્ષ ચાલુ રાખવા માટે જીવિત રહેવું જરૂરી હોવાથી હજારો સમર્થકોની સલાહ મુજબ તેમણે ઉપવાસ સમાપ્ત કર્યો છે.

આ પણ વાંચોઃ PM MODIનો મોડી રાત્રે સંદેશ, પેપર લીક એ કોઈ સામાન્ય ઘટના નથી, આજે આ મામલે વધુ કડકમાં કડક કાર્યવાહી થશે, Video