આજે દેશના મુખ્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રહ્યા છે. દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) દ્વારા દરરોજ સવારે ૬ વાગ્યે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ અને ડોલર સામે રૂપિયાના વિનિમય દરને ધ્યાનમાં રાખીને નવા દરો જાહેર કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ફેરફાર થયો નથી, પરંતુ કેટલાક શહેરોમાં CNGના ભાવમાં વધારો નોંધાયો છે.
દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના દરો
દેશના ચારેય મુખ્ય મહાનગરોમાં પેટ્રોલનો ભાવ ₹૧૦૦ ની ઉપર પહોંચી ગયો છે:
નવી દિલ્હી: પેટ્રોલ ₹૧૦૨.૧૨ અને ડીઝલ ₹૯૫.૨૦ પ્રતિ લીટર.
મુંબઈ: પેટ્રોલ ₹૧૧૧.૨૧ અને ડીઝલ ₹૯૭.૮૩ પ્રતિ લીટર.
કોલકાતા: પેટ્રોલ ₹૧૧૩.૫૧ અને ડીઝલ ₹૯૯.૮૨ પ્રતિ લીટર.
ચેન્નાઈ: પેટ્રોલ ₹૧૦૭.૭૬ અને ડીઝલ ₹૯૯.૫૫ પ્રતિ લીટર.
28 ઓક્ટોબરે ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?
આજે દિલ્હીમાં પેટ્રોલ ₹૧૦૨.૧૨ પ્રતિ લિટર અને ડીઝલ ₹૯૫.૨૦ પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. આજે પણ, દેશમાં સૌથી સસ્તું પેટ્રોલ પોર્ટ બ્લેરમાં ₹૮૮.૬૬ પ્રતિ લિટર છે, જ્યારે અહીં ૧ લિટર ડીઝલનો ભાવ ₹૮૪.૫૬ છે. બીજી તરફ, સૌથી મોંઘુ પેટ્રોલ આંધ્રપ્રદેશના ચિત્તૂરમાં ₹૧૧૮.૩૪ પ્રતિ લિટર છે. ચિત્તૂરમાં ડીઝલ ₹૧૦૬.૦૬ પ્રતિ લિટર છે.
દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ કયાં છે
હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત ₹116.15 છે, જે દેશમાં સૌથી વધુ છે. તેના પછી તિરુવનંતપુરમમાં પેટ્રોલ ₹115.49 અને કોલકાતામાં ₹113.51 છે. પટનામાં પેટ્રોલની કિંમત ₹113.37 અને જયપુરમાં ₹113.19 છે. બેંગલુરુમાં પેટ્રોલની કિંમત ₹111.68 છે, જે મુંબઈથી થોડી વધુ છે.
ડીઝલની કિંમતમાં ઘટાડો કે વધારો જાણો
ડીઝલની કિંમતમાં પણ ઘણું અંતર જોવા મળે છે. તિરુવનંતપુરમમાં ડીઝલની કિંમત સૌથી વધુ, આની ₹104.40 છે. તેના પછી હૈદરાબાદમાં ₹104.23 અને ભુવનેશ્વરમાં ₹100.68 છે. ચંદીગઢમાં ડીઝલની કિમંત સૌથી સસ્તી ₹89.47 છે. નવી દિલ્હીમાં ડીઝલની કિંમત ₹95.20 છે.
વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલ ઓલ ટાઇમ હાઇ
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ફરી એકવાર તીવ્ર ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે સવારે ૬ વાગ્યે બ્રેન્ટ ક્રૂડ $૧૧૫ પ્રતિ બેરલની નજીક પહોંચીને ટ્રેડ થઈ રહ્યું હતું. જોકે, વૈશ્વિક સ્તરે વધી રહેલા તણાવ અને કિંમતો છતાં બુધવારે ભારતીય ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલના મોરચે મોટી રાહત મળી છે.
ભારતમાં સરકારી ઓઇલ કંપનીઓ તરફથી રાહત
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે. બીજી તરફ, યુદ્ધના કારણે અમેરિકામાં ઈંધણના ભાવ આસમાને પહોંચ્યા છે. છતાં ભારતમાં આ તમામ અરાજકતાની સ્થિતિ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવ પર કોઈ મોટી અસર થઈ નથી. આજે સવારે દેશની સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ – HPC, BPCL અને IOCL દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવ યથાવત રાખવામાં આવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલમાં વધારો થવા છતાં ભારતીય કંપનીઓએ સ્થાનિક કિંમતોમાં કોઈ વધારો કર્યો નથી.
આ પણ વાંચો : Indian trade: ચીનનો નવો આર્થિક દાવપેચ: ભારતીય વેપાર પર તોળાઈ રહ્યું છે મોટું સંકટ!