કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. વિમાનમાં વપરાતા જેટ ઇંધણ પર પણ ટેક્સ વધારવામાં આવ્યો છે. શું આ નિર્ણય પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણના છૂટક ભાવોને અસર કરશે? આજના પેટ્રોલ ડીઝલના રેટ પ્રમાણે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ સહિત દેશના પ્રમુખ મહાનગરોમાં છૂટક ભાવમાં કોઈ રાહત જોવા મળી નથી.
વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર ફેરફાર
પેટ્રોલ, ડીઝલ અને એટીએફ (જેટ ઇંધણ) સંબંધિત મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ પર વિન્ડફોલ ટેક્સમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. નાણા મંત્રાલયના એક જાહેરનામા અનુસાર, કેન્દ્ર સરકારે પેટ્રોલ નિકાસ પરના ટેક્સમાં પ્રતિ લિટર ₹1 નો વધારો કર્યો છે. ડીઝલ નિકાસ પર પણ પ્રતિ લિટર આશરે ₹10 નો નોંધપાત્ર કર વધારો થશે. વધુમાં, વિમાનમાં વપરાતા જેટ ઇંધણ પર નિકાસ ડ્યુટીમાં ₹7.50 નો વધારો કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે આની અસર આવનારાં સમયમાં જોવા મળી શકે છે.
પેટ્રોલ ડીઝલ મોંઘુ થવાના એંધાણ?
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ સસ્તું થવાથી દેશના નાગરિકોમાં ઇંધણના ભાવ ઘટવાની આશાઓ વધી ગઈ હતી. પરંતુ, 4 ઓગસ્ટના રોજ પ્રાપ્ત થયેલા આંકડા મુજબ દેશના મુખ્ય શહેરોમાં ઇંધણના રેટ અગાઉ મુજબ જ જળવાઈ રહ્યા છે. સ્થાનિક સ્તરે ટેક્સ અને અન્ય પરિબળોને કારણે આંતરરાષ્ટ્રીય ઘટાડાની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર જોવા મળતી નથી.
આજના મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ (₹/લિટર):
શહેર પેટ્રોલ (₹) ડીઝલ (₹)
નવી દિલ્હી ₹101.85 ₹94.98
મુંબઈ ₹110.82 ₹97.45
કોલકાતા ₹113.10 ₹99.45
ચેન્નાઈ ₹107.35 ₹99.15
ગુજરાતના પ્રમુખ શહેરોમાં ઇંધણના લેટેસ્ટ રેટ (4 ઓગસ્ટ):
ગુજરાત રાજ્યમાં પણ સ્થાનિક કરવેરા અને વેટ (VAT) અનુસાર ઇંધણના દરો લગભગ સ્થિર સ્તરે જળવાઈ રહ્યા છે. અમદાવાદ તથા આસપાસના વિસ્તારોમાં પેટ્રોલ અંદાજે ₹101 થી ₹102 અને ડીઝલ આશરે ₹97 થી ₹98 પ્રતિ લિટરના ભાવે વેચાઈ રહ્યું છે.
| શહેર | પેટ્રોલ (₹) | ડીઝલ (₹) |
| અમદાવાદ | ₹101.75 | ₹97.90 |
| ગાંધીનગર | ₹101.60 | ₹97.75 |
| રાજકોટ | ₹100.95 | ₹98.05 |
| સુરત | ₹101.45 | ₹97.60 |
| વડોદરા | ₹101.75 | ₹97.90 |
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે ચેક કરશો?
જો તમે તમારા ઘર આંગણે કે પોતાના શહેરના લેટેસ્ટ રેટ જાણવા માંગતા હોવ, તો ઓઇલ કંપનીઓના આ નંબર પર SMS મોકલી શકો છો:
IOCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર મોકલો.
HPCL: 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર મોકલો.
BPCL: 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર મોકલો.
આ પણ વાંચોઃ LIC OFS : LICમાં સરકાર વેચશે 6.5 ટકા હિસ્સો, રોકાણકારોને 11 ટકા ડિસ્કાઉન્ટમાં મળશે શેર