વૈશ્વિક ઊર્જા બજારમાં હાલ ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ મધ્ય પૂર્વમાં તણાવ અને હુમલાઓના અહેવાલો છે, તો બીજી તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થવાની પ્રબળ શક્યતાઓ ઊભી થઈ છે. આ બંને પરિબળોની સીધી અસર કાચા તેલ (ક્રૂડ ઓઈલ) ના ભાવ પર પડી છે, જેના કારણે બજારમાં એપ્રિલ 2020 પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. તાજા આંકડા મુજબ, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ગગડીને $92 થી $98 પ્રતિ બેરલની નીચે સરકી ગયા છે, જ્યારે અમેરિકન બેન્ચમાર્ક WTI (વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમીડિયેટ) પણ ઘટીને $90 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.12 નવેમ્બરે ક્રૂડ ઓઇલનો ભાવ ઘટ્યો પણ પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે.
હોર્મુઝ ખૂલવાની શક્યતા
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલ સસ્તું થવાને કારણે ભારતીય ગ્રાહકોને પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત મળવાની આશા જાગી છે. જોકે, અઠવાડિયાની શરૂઆતથી લઈને આજે ગુરુવાર, 12 નવેમ્બર સુધી સરકારી તેલ કંપનીઓ (OMCs) દ્વારા પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને દર સ્થિર રાખવામાં આવ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો આગામી દિવસોમાં ક્રૂડ ઓઈલ $90 ની આસપાસ સ્થિર રહેશે અને હોર્મુઝ સ્ટ્રેટ ખૂલશે, તો દેશમાં ઇંધણના ભાવમાં ઘટાડાનો દોર શરૂ થઈ શકે છે.
