આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધઘટ થઈ શકે છે, પરંતુ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ લાંબા સમયથી યથાવત રહ્યા છે. આજે, 22 નવેમ્બર, 2026 ના રોજ જાહેર કરાયેલા સરકારી તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દરો અનુસાર, દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે. પરંતુ અમુક શહેરોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે આજે તમારા વાહનમાં પેટ્રોલ ભરવા જઈ રહ્યા છો, તો પહેલા તમારા શહેરના નવીનતમ દરો તપાસવાનું ભૂલશો નહીં.
પેટ્રોલ ડીઝલના રેટ રખાયા સ્થિર
ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું આયાતી તેલ ખરીદે છે, તેથી બ્રેન્ટ ક્રૂડ $92.49 ની નીચે આવવું એ દેશના અર્થતંત્ર માટે આશ્વાસનરૂપ છે. કાચા તેલમાં ઘટાડાથી ભારતનું આયાત બિલ ઘટશે અને ફુગાવો નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે. આ આંતરરાષ્ટ્રીય વૈશ્વિક મંદી વચ્ચે ક્રૂડના ઘટતા ભાવ આર્થિક સ્થિરતા માટે ખૂબ મહત્વના સાબિત થશે.
મુખ્ય શહેરોના પેટ્રોલના ભાવ
દિલ્હી: ₹102.12 પ્રતિ લિટર
મુંબઈ: ₹111.21 પ્રતિ લિટર
કોલકાતા: ₹113.51 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹107.76 પ્રતિ લિટર
ગુરુગ્રામ: ₹102.97 પ્રતિ લિટર
લખનૌ: ₹113.81 પ્રતિ લિટર
હૈદરાબાદ: ₹115.73 પ્રતિ લિટર
આજના ડીઝલના લેટેસ્ટ ભાવ
દિલ્હી: ₹95.20 પ્રતિ લિટર
મુંબઈ: ₹97.83 પ્રતિ લિટર
કોલકાતા: ₹99.82 પ્રતિ લિટર
ચેન્નાઈ: ₹99.55 પ્રતિ લિટર
નોઈડા: ₹95.55 પ્રતિ લિટર
જયપુર: ₹98.55 પ્રતિ લિટર
ગુજરાતના મોટા શહેરોમાં શું છે પેટ્રોલ ડીઝલનો ભાવ
| શહેર | પેટ્રોલ/પ્રતિ લીટર | ડીઝલ/ પ્રતિ લીટર |
| અમદાવાદ | ₹102.15 | ₹98.27 |
| ગાંધીનગર | ₹102.04 | ₹98.15 |
| રાજકોટ | ₹101.59 | ₹97.72 |
સુરત
| ₹101.82 | ₹97.95 |
| વડોદરા | ₹101.46 | ₹97.57 |
| ભાવનગર | ₹103.41 | ₹99.53 |
તમારા શહેરના તાજા ભાવ કેવી રીતે જાણી શકશો?
જો તમે તમારા ચોક્કસ શહેરના લેટેસ્ટ રેટ ઘર બેઠા જાણવા માંગતા હોવ, તો તમે સરળતાથી SMS દ્વારા માહિતી મેળવી શકો છો:
IOCL (ઇન્ડિયન ઓઇલ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92249 92249 પર SMS કરો.
HPCL (હિન્દુસ્તાન પેટ્રોલિયમ): 'HPPRICE <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92222 01122 પર SMS કરો.
BPCL (ભારત પેટ્રોલિયમ): 'RSP <સ્પેસ> <સેન્ટર કોડ>' લખીને 92231 12222 પર SMS કરો.
આ પણ વાંચોઃ Spacecraft: બુધ ગ્રહના રહસ્યો ખોલશે બેપીકોલંબો, 10 અબજ કિમીની સફર બાદ બે અવકાશયાનનું આગમન