આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ઘર્ષણને કારણે વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ભારે હલચલ જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં સપ્લાય ચેઈન પ્રભાવિત થવાથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા છે. જોકે, આ વૈશ્વિક દબાણ છતાં ભારતીય ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે (24 મે) સામાન્ય જનતાને મોટી રાહત આપતા સ્થાનિક ભાવોમાં કોઈ મોટો ફેરફાર કર્યો નથી.
દેશના મેટ્રો શહેરોમાં આજના ભાવ
ભારતના મુખ્ય મેટ્રો શહેરોમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા છે:
નવી દિલ્હી: પેટ્રોલ ₹94.92 | ડીઝલ ₹87.82
મુંબઈ: પેટ્રોલ ₹107.59| ડીઝલ ₹94.08
કોલકાતા: પેટ્રોલ ₹109.70| ડીઝલ ₹92.25
ચેન્નાઈ: પેટ્રોલ ₹104.46 | ડીઝલ ₹92.54
ગુજરાતના મુખ્ય શહેરોમાં આજના લેટેસ્ટ ભાવ (24 મે, 2026)
24 મે, 2026 ના રોજ સવારે 6 વાગ્યે જાહેર થયેલા રેટ મુજબ ગુજરાતના અગ્રણી શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નીચે મુજબ છે.
| શહેર | પેટ્રોલ (₹/લિટર) | ડીઝલ (₹/લિટર) |
| અમદાવાદ | ₹99.23 | ₹95.13 |
| ગાંધીનગર | ₹99.48 | ₹95.41 |
| રાજકોટ | ₹99.56 | ₹95.50 |
| સુરત | ₹99.11 | ₹95.03 |
| વડોદરા | ₹98.86 | ₹94.79 |
| ભાવનગર | ₹100.62 | ₹96.55 |
આગામી દિવસોમાં ભાવ વધારાની શક્યતા
બજારના નિષ્ણાતોના મતે, ભૌગોલિક-રાજકીય તણાવ જો લાંબો સમય ચાલશે તો ક્રૂડ ઓઈલના ઊંચા ભાવના કારણે સ્થાનિક બજારમાં ઓઈલ કંપનીઓ પર દબાણ વધશે. કંપનીઓ હાલ નુકસાન વેઠીને પણ કિંમતોને નિયંત્રણમાં રાખી રહી છે, પરંતુ જૂન મહિનાની શરૂઆતમાં ભાવમાં પ્રતિ લિટર ₹4 થી ₹7 સુધીનો ઝીંકાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
ઘરબેઠા તમારા શહેરના ભાવ આ રીતે જાણો
તમે માત્ર એક SMS મોકલીને દરરોજ સવારે તમારા શહેરના લાઈવ ભાવ જાણી શકો છો:
IOCL: RSP <સેન્ટર કોડ> લખીને 92249 92249 પર મોકલો.
HPCL: HPPRICE <સેન્ટર કોડ> લખીને 92222 01122 પર મોકલો.
BPCL: RSP <સેન્ટર કોડ> લખીને 92231 12222 પર મોકલો.
આ પણ વાંચોઃ Auto News: રૂ.12 લાખની શરૂઆતી કિંમતે લોન્ચ થઈ નવી ફેસલિફ્ટ સેડાન; જાણો તેની કિંમત અને ફીચર્સ